Get News Alerts

Never miss breaking news updates.

Rajkot : ચીખલીયા ગામમાં રહેણાંક વિસ્તારમાં મગર ઘૂસી આવ્યો, લોકોમાં ભયનો માહોલ સર્જાયો

Rajkot : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામમાં રહેણાંક વિસ્તારમાં અચાનક મગર આવી ચડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા લોકોમાં અફરાતફરી મચી હતી.
Kunjan ShuklaUpdated on: 08 Oct 2026 07:20 PM IST
Rajkot : ચીખલીયા ગામમાં રહેણાંક વિસ્તારમાં મગર ઘૂસી આવ્યો, લોકોમાં ભયનો માહોલ સર્જાયોRajkot : ચીખલીયા ગામમાં રહેણાંક વિસ્તારમાં મગર ઘૂસી આવ્યો, લોકોમાં ભયનો માહોલ સર્જાયો

Rajkot

Rajkot : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામમાં રહેણાંક વિસ્તારમાં અચાનક મગર આવી ચડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા લોકોમાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. મગર રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હોવાની માહિતી મળતા ઉપલેટા ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી મગરને સુરક્ષિત રીતે પકડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

મગરને સફળતાપૂર્વક પાંજરામાં પકડવામાં આવ્યો

ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા મગરને પકડવા માટે યોગ્ય સ્થળે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. મગરને કોઈ નુકસાન ન થાય અને આસપાસના લોકોની સુરક્ષા જળવાઈ રહે તે રીતે સમગ્ર રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી હતી. અંતે મગરને સફળતાપૂર્વક પાંજરામાં પકડવામાં આવ્યો હતો. મગર પકડાઈ જતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડવાના કારણે લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ રહ્યો હતો, જોકે ફોરેસ્ટ વિભાગની સમયસરની કામગીરીથી કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.

સ્થાનિકોએ તંત્રનો આભાર માન્યો

રેસ્ક્યૂ બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરને તેની યોગ્ય અને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. મગરને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જતાં સ્થાનિકોએ તંત્રનો આભાર માન્યો હતો. ચીખલીયા ગામમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર વન્યજીવોના રહેણાંક વિસ્તારો તરફ આવવાના બનાવો અંગે ચિંતા ઊભી કરી છે. સ્થાનિકોને પણ આવા વન્યજીવ દેખાય ત્યારે જાતે તેને પકડવાનો કે તેની નજીક જવાનો પ્રયાસ ન કરવા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : GMC Election 2026: ભાજપે જાહેર કર્યો સંકલ્પ પત્ર, AI સિગ્નલથી ડબલ ડેકર AC બસ સુધીના અનેક વચનો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.