Get News Alerts

Never miss breaking news updates.

GMC Election 2026: ભાજપે જાહેર કર્યો સંકલ્પ પત્ર, AI સિગ્નલથી ડબલ ડેકર AC બસ સુધીના અનેક વચનો

GMC Election 2026: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગરના આગામી પાંચ વર્ષના વિકાસના વિઝનને રજૂ કરતો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે....
R Gajjar
R GajjarUpdated on: 08 Oct 2026 06:02 PM IST
GMC Election 2026: ભાજપે જાહેર કર્યો સંકલ્પ પત્ર, AI સિગ્નલથી ડબલ ડેકર AC બસ સુધીના અનેક વચનોGMC Election 2026: ભાજપે જાહેર કર્યો સંકલ્પ પત્ર, AI સિગ્નલથી ડબલ ડેકર AC બસ સુધીના અનેક વચનો

GMC Election 2026

GMC Election 2026: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગરના આગામી પાંચ વર્ષના વિકાસના વિઝનને રજૂ કરતો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. સંકલ્પ પત્રમાં શહેરને આધુનિક, સ્માર્ટ, સુગમ અને વધુ હરિયાળું બનાવવા માટે વિવિધ ક્ષેત્રોને આવરી લેતા પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા છે. ભાજપના સંકલ્પ પત્રમાં ખાસ કરીને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક વ્યવસ્થા, સેક્ટરનું સૌંદર્યીકરણ, શિક્ષણ, રમતગમત, જાહેર પરિવહન, મનોરંજન અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.

AI આધારિત ટ્રાફિક સિગ્નલ અને આઈકોનિક રોડ

શહેરની ટ્રાફિક વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે AI આધારિત ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ શરૂ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રણ અને સલામતીને વધુ અસરકારક બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાંધીનગરના ‘ચ’ રોડને આઈકોનિક રોડ તરીકે વિકસાવવાનો પ્રસ્તાવ છે. રોડ નંબર 2-3 સહિતના માર્ગોને સ્માર્ટ રોડ તરીકે વિકસાવવાની પણ વાત કરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં તબક્કાવાર મજબૂત CC રોડનું નિર્માણ કરીને માર્ગ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે.

સેક્ટરોનું થીમ આધારિત સૌંદર્યીકરણ

ગાંધીનગરની આગવી ઓળખ સમાન સેક્ટરોના સૌંદર્યીકરણ માટે પણ સંકલ્પ પત્રમાં વિવિધ યોજનાઓ રજૂ કરવામાં આવી છે. સેક્ટરોને થીમ આધારિત રીતે વિકસાવવા સાથે તેમના પ્રવેશદ્વારોને આકર્ષક બનાવવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટ્રીટ ફર્નિચર, આધુનિક ફૂટપાથ સહિતની સુવિધાઓ વિકસાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

AI લેબ, સ્માર્ટ સ્કૂલ અને ડિજિટલ શિક્ષણ પર ભાર

ટેક્નોલોજી અને શિક્ષણ ક્ષેત્રે AI લેબ, સ્માર્ટ સ્કૂલ અને ડિજિટલ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. શહેર સાથે જોડાયેલા ગામોમાં નાગરિકો માટે નવા પુસ્તકાલયો બનાવવાની પણ વાત કરવામાં આવી છે.

મહિલા આરોગ્ય અને રમતગમત માટે નવી સુવિધાઓ

મહિલાઓના આરોગ્ય અને ફિટનેસને ધ્યાનમાં રાખીને વિશેષ જીમ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. સાથે જ રમતગમતને પ્રોત્સાહન આપવા ગાંધીનગરમાં અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવાની યોજના રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પર્ફોર્મિંગ આર્ટ્સને પ્રોત્સાહન આપવા સિટી સેન્ટર ખાતે વિશેષ સેન્ટર અને નવા ટાઉન હોલના નિર્માણનો પણ સંકલ્પ પત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મીના બજારના પુનઃવિકાસનો સંકલ્પ

ગાંધીનગરના ઐતિહાસિક મીના બજારના પુનઃવિકાસની પણ વાત કરવામાં આવી છે. શહેરના વારસા અને જાહેર સ્થળોના વિકાસ સાથે મનોરંજન અને પ્રવાસન સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે તેવો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો છે.

ડબલ ડેકર AC બસ અને વન્ડર પાર્ક

જાહેર પરિવહનને વધુ આકર્ષક અને સુવિધાજનક બનાવવા માટે શહેરમાં ડબલ ડેકર AC બસ સેવા શરૂ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાળકો અને પરિવારો માટે વન્ડર પાર્ક બનાવવાની યોજના પણ રજૂ કરવામાં આવી છે. આ સમગ્ર સંકલ્પ પત્રમાં ગાંધીનગરના શહેરી વિકાસને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, પર્યાવરણ, શિક્ષણ, રમતગમત, આરોગ્ય અને પ્રવાસન સાથે જોડીને આગામી પાંચ વર્ષ માટે વિકાસનું વિઝન રજૂ કરવામાં આવ્યું છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]