Get News Alerts

Never miss breaking news updates.

Rajkot માં NEET PG પરીક્ષા પહેલાં હાઈવોલ્ટેજ ડ્રામા, પ્રવેશ ન મળતા માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી

Rajkot માં આજે યોજાઈ રહેલી NEET PG પરીક્ષા પહેલાં પરીક્ષા કેન્દ્ર બહાર અંતિમ ઘડીએ દોડધામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
Vivek Shah
Vivek ShahUpdated on: 30 Aug 2026 03:27 PM IST
Rajkot માં NEET PG પરીક્ષા પહેલાં હાઈવોલ્ટેજ ડ્રામા, પ્રવેશ ન મળતા માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડીRajkot માં NEET PG પરીક્ષા પહેલાં હાઈવોલ્ટેજ ડ્રામા, પ્રવેશ ન મળતા માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી

Rajkot

Rajkot : ડોક્યુમેન્ટની કલર ઝેરોક્સ સહિતની પ્રક્રિયાને લઈને કેટલાક પરીક્ષાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ દરમિયાન એક વિદ્યાર્થીનીને શરૂઆતમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ન મળતા પરિવારજનોમાં ભારે તણાવ સર્જાયો હતો.

રાજકોટ જિલ્લામાં આશરે પાંચ જેટલા કેન્દ્રો પર NEET PGની પરીક્ષા યોજાઈ રહી છે, જ્યારે રાજકોટ શહેરમાં બે કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ શહેર અને જિલ્લામાં મળીને આશરે 1200 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયેલા છે.

પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓનો જમાવડો

રાજકોટના આત્મીય કોલેજ ખાતે આવેલા પરીક્ષા કેન્દ્ર બહાર સવારથી જ પરીક્ષાર્થીઓ અને વાલીઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. પરીક્ષા પ્રવેશનો સમય પૂર્ણ થવાની નજીક કેટલાક વિદ્યાર્થીઓને જરૂરી ડોક્યુમેન્ટની કલર ઝેરોક્સ કરાવવા માટે અંતિમ ઘડીએ દોડધામ કરવી પડી હતી. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે એક વિદ્યાર્થીનીને શરૂઆતમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ન મળતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી.

દીકરીનું પરીક્ષા વર્ષ બગડી ન જાય તેવી આશંકા વચ્ચે વિદ્યાર્થીનીની માતા ભાવુક બનીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની કે માતા બેભાન થઈ ગયાનું પણ સામે આવ્યું હતું. પરીક્ષા કેન્દ્ર બહાર આ ઘટનાને પગલે થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. વાલીઓમાં પણ ચિંતા જોવા મળી હતી. કેટલાક વાલીઓ પરીક્ષા કેન્દ્રના જવાબદાર અધિકારીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે શરૂઆતમાં વિદ્યાર્થીનીને પ્રવેશ માટે રિજેક્ટ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ પરિસ્થિતિ અંગેની કાર્યવાહી અને ચકાસણી બાદ વિદ્યાર્થીનીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેથી પરિવારજનોને અંતે રાહત મળી હતી.

દીકરીનો પ્રવેશ અટકતા માતા બેભાન

NEET PG જેવી મહત્વપૂર્ણ પરીક્ષામાં વિદ્યાર્થીઓ મહિનાઓ અને વર્ષો સુધી મહેનત કરતા હોય છે. આવી સ્થિતિમાં પરીક્ષા શરૂ થવાના થોડા સમય પહેલાં પ્રવેશને લઈને સર્જાતી કોઈપણ મુશ્કેલી વિદ્યાર્થી તથા પરિવાર માટે ભારે તણાવનું કારણ બની શકે છે. આત્મીય કોલેજ બહાર સર્જાયેલા આ સમગ્ર ઘટનાક્રમને કારણે થોડા સમય માટે હાઈવોલ્ટેજ ડ્રામા જેવો માહોલ જોવા મળ્યો હતો. એક તરફ પરીક્ષાર્થીઓ સમયસર કેન્દ્રમાં પ્રવેશ મેળવવા માટે દોડધામ કરતા હતા.

તો બીજી તરફ વાલીઓ પણ પોતાના સંતાનોના પ્રવેશને લઈને ચિંતિત જોવા મળ્યા હતા. જોકે અંતે સંબંધિત વિદ્યાર્થીનીને પરીક્ષા આપવા માટે પ્રવેશ મળતા પરિવારજનો માટે રાહતનો શ્વાસ લેવાનો પ્રસંગ બન્યો હતો. રાજકોટમાં NEET PG પરીક્ષા દરમિયાન બનેલી આ ઘટનાએ પરીક્ષા કેન્દ્રો પર ડોક્યુમેન્ટ ચકાસણી અને પ્રવેશ પ્રક્રિયાના મહત્વને ફરી એકવાર ચર્ચામાં લાવી છે.

આ પણ વાંચો : Gir Somnath ના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત, પુત્ર જેલમાં કાપી રહ્યો છે સજા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.