Jetpur Suicide Case: જેતપુરમાં 20 વર્ષીય યુવકનો આપઘાત, સુસાઈડ નોટમાં નાણાંની લેવડદેવડનો ઉલ્લેખ


જેતપુરમાં 20 વર્ષીય યુવકનો આપઘાત
Jetpur Suicide Case: જેતપુરમાં 20 વર્ષીય યુવકનો આપઘાત, સુસાઈડ નોટમાં નાણાંની લેવડદેવડનો ઉલ્લેખ


જેતપુરમાં 20 વર્ષીય યુવકનો આપઘાત
Jetpur Suicide Case: રાજકોટ જિલ્લાના જેતપુરના નવાગઢ સરધારપુર દરવાજા વિસ્તારમાં 20 વર્ષીય યુવક જેનિશ ટાંકે ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આપઘાત કરતા પહેલાં જેનિશે પરિવારજનો માટે સુસાઈડ નોટ લખી હતી, જેમાં નાણાંની લેવડદેવડ અને માનસિક દુઃખનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મજૂરી કામના રૂપિયા 2.50 લાખ લેવાના બાકી હતા
મળતી માહિતી મુજબ, જેનિશે સુસાઈડ નોટમાં માતા-પિતાને પોતાનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. તેમજ પોતાના ભાઈને નેવીમાં જોડાવા માટે પૈસા આપી દેવાનો ઉલ્લેખ કર્યો હતો. સુસાઈડ નોટમાં પ્રીતભાઈ પાસેથી મજૂરી કામના રૂપિયા 2.50 લાખ લેવાના હતા, જેમાંથી માત્ર રૂપિયા 80,000 જ પરત મળ્યા હોવાનું લખ્યું હતું. બાકીના પૈસા નહીં મળતા પોતે માનસિક રીતે દુઃખી હોવાનો ઉલ્લેખ પણ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત જામનગરના જયભાઈ પાસેથી પણ રૂપિયા 40,000 લેવાના હોવાનું અને એક મહિનામાં પૈસા મળી જશે તેવી વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે
જેનિશ ટાંકે વોટ્સએપ પર લખેલી સુસાઈડ નોટમાં પોતાના આપઘાત માટે પ્રીતભાઈને જવાબદાર ઠેરવ્યા હોવાનો ઉલ્લેખ છે. જોકે, આ તમામ વિગતો સુસાઈડ નોટમાં કરવામાં આવેલા આક્ષેપો છે, જેની પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. ઘટનાની જાણ થતાં ઉદ્યોગનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સુસાઈડ નોટ સહિતના પુરાવાઓના આધારે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. નાણાંની લેવડદેવડ અને યુવકના આપઘાત પાછળના કારણો અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Surat News: મહિધરપુરા પોલીસની સક્રિય કામગીરી, NDPS ગુનામાં વોન્ટેડ 3 ડ્રગ્સ પેડલર ઝડપાયા




