Rajkot News: સગીરાઓની સુરક્ષાને લઈને ચિંતાજનક કિસ્સો, 16 વર્ષીય સગીરા સાથે મિત્રતા કેળવી 1 વર્ષમાં 22 વખત આચર્યું દુષ્કર્મ

Rajkot News: રાજકોટમાં સગીરાઓની સુરક્ષાને લઈને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. ધોરણ-11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા સાથે મિત્રતા કેળવી એક યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
Kunjan ShuklaUpdated on: 31 Oct 2026 06:20 PM IST
Rajkot News: સગીરાઓની સુરક્ષાને લઈને ચિંતાજનક કિસ્સો, 16 વર્ષીય સગીરા સાથે મિત્રતા કેળવી 1 વર્ષમાં 22 વખત આચર્યું દુષ્કર્મRajkot News: સગીરાઓની સુરક્ષાને લઈને ચિંતાજનક કિસ્સો, 16 વર્ષીય સગીરા સાથે મિત્રતા કેળવી 1 વર્ષમાં 22 વખત આચર્યું દુષ્કર્મ

Rajkot News

Rajkot News: રાજકોટમાં સગીરાઓની સુરક્ષાને લઈને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. ધોરણ-11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા સાથે મિત્રતા કેળવી એક યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ એક વર્ષના સમયગાળામાં સગીરા સાથે 22 વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, સગીરાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને તેને સતત ત્રાસ આપવામાં આવતો હતો.

સગીરાના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

મળતી માહિતી અનુસાર, ગત નવરાત્રિ દરમિયાન આરોપી દીપ મિયાત્રા (ઉંમર 22 વર્ષ)નો સગીરા સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. આ મિત્રતાનો ગેરલાભ ઉઠાવી આરોપીએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, આરોપી સગીરાના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો. છેલ્લા એક વર્ષમાં આરોપીએ કુલ 22 વખત દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સામે આવી છે. યુવકના સતત ત્રાસને કારણે સગીરા અને તેનો પરિવાર ભારે માનસિક તણાવમાં મુકાયો હતો. પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે પરિવારે સગીરાનું ભણતર પણ છોડાવવું પડ્યું હતું.

પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો

આખરે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા રાજકોટની યુનિવર્સિટી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી દીપ મિયાત્રા વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ પશ્ચિમ ઝોનના ACP રાધિકા ભારાઈએ પણ આ મામલે માહિતી આપી છે. હાલ યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ankleshwar Fire News: હોટલ રૂચિના કિચનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે સમયસર આગ પર કાબૂ મેળવ્યો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.