Rajkot News: દિવાળી બની લોહિયાળ! ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે પિતાની હત્યા, પુત્ર ઘાયલ

Rajkot News: દિવાળીના પર્વની ઉજવણી વચ્ચે રાજકોટમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.
Kunjan Shukal
Kunjan Shukal
Rajkot NewsRajkot News

Rajkot News

Rajkot News: દિવાળીના પર્વની ઉજવણી વચ્ચે રાજકોટમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ભાઈઓએ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરતાં પિતાનું મોત નીપજ્યું હતું, જ્યારે પુત્ર ઘાયલ થયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી તકરાર હત્યા સુધી પહોંચી

મળતી માહિતી અનુસાર, રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલીમાં જાડેજા બંધુઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને અજીત સિંધવ અને તેમના પુત્ર કૃણાલ સિંધવ પર હુમલો કર્યો હતો. હુમલામાં અજીત સિંધવને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પુત્ર કૃણાલ સિંધવને પણ ઈજાઓ પહોંચી હતી. માત્ર ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી તકરાર હત્યા સુધી પહોંચી જતાં દિવાળીના આનંદના માહોલમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

બે સગા ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી

ઘટનાની જાણ થતાં માલવિયા નગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આ હત્યાના બનાવમાં ઇન્દ્રજીતસિંહ જાડેજા અને યશરાજસિંહ જાડેજા નામના બે સગા ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હત્યાના બનાવને લઈને ACP બી.જે. ચૌધરીએ પણ નિવેદન આપ્યું હતું. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો અને એક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

આ પણ વાંચો: Gandhidham Cyber Fraud: રૂપિયા 8.46 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 13 આરોપીઓની અલગ-અલગ રાજ્યોમાંથી કરાઈ ધરપકડ