Rajkot: આયુષ્માન ભારત યોજનાથી દર્દીઓને મોટી રાહત, ખેડૂતે કિડનીની પથરીના બે ઓપરેશન મફતમાં કરાવ્યા

Rajkot: ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગંભીર બીમારીની સારવાર કરાવવી ઘણીવાર આર્થિક રીતે મુશ્કેલ બની જતી હોય છે. ત્યારે PMJAY અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
Kunjan Shukal
Kunjan Shukal
RajkotRajkot

Rajkot

Rajkot: ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગંભીર બીમારીની સારવાર કરાવવી ઘણીવાર આર્થિક રીતે મુશ્કેલ બની જતી હોય છે. ત્યારે કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજનાના માધ્યમથી લાભાર્થીઓને દર વર્ષે રૂપિયા 10 લાખ સુધીની મફત સારવારનો લાભ મળી રહ્યો છે. રાજકોટના એક લાભાર્થીએ આયુષ્માન કાર્ડ દ્વારા કિડનીની પથરીના બે ઓપરેશન મફતમાં કરાવ્યા છે. ત્યારે જાણીએ કેવી રીતે આ યોજના દર્દીઓ માટે આર્થિક રાહત બની રહી છે.

10 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગંભીર બીમારીઓની સારવારમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પરિવારો માટે મોટી રાહત સમાન બની છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થી પરિવારોને દર વર્ષે રૂપિયા 10 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા મળે છે. રાજકોટના જયંતીભાઈ સુખાભાઈ વેડાકિયા પણ આ યોજનાના લાભાર્થી બન્યા છે. જેમણે કિડનીની પથરીની સારવાર માટે આયુષ્માન કાર્ડનો ઉપયોગ કર્યો હતો.

શું કહ્યું દર્દી જયંતીભાઈ વેડાકિયાએ?

મને કિડનીમાં બે પથરી હતી. તેના બે ઓપરેશન મેં રાજકોટની દોશી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ દ્વારા મફતમાં કરાવ્યા છે. આવવા-જવાનું ભાડું પણ બે વખત 300-300 રૂપિયા ચૂકવવામાં આવ્યું હતું. જો મારી પાસે આ કાર્ડ ન હોત તો મારે વ્યાજે રૂપિયા લાવીને સારવાર કરાવવી પડતી અને હું દેવાદાર બની જતો. સરકાર ખેડૂતો માટે આવી સારી યોજનાઓ લાવે તે ખૂબ જરૂરી છે.

આર્થિક બોજમાંથી પણ મોટી રાહત મળી

મારા પિતાની સારવાર પાછળ અંદાજે 40થી 50 હજાર રૂપિયાનો ખર્ચ થવાનો હતો. પરંતુ અમારી પાસે આયુષ્માન કાર્ડ હોવાથી આટલો મોટો ખર્ચ કરવો પડ્યો નથી અને પિતાની સારવાર મફતમાં થઈ છે. સરકાર આવી વધુ સારી યોજનાઓ લાવે તેવી અમારી આશા છે. આમ, આયુષ્માન ભારત યોજના અંતર્ગત મળતી કેશલેસ સારવારની સુવિધા અનેક પરિવારોને સારવારના ખર્ચની ચિંતામાંથી રાહત આપી રહી છે. ખાસ કરીને ગંભીર બીમારીઓ અને મોટા ઓપરેશનના સમયે આર્થિક રીતે નબળા પરિવારો માટે આ યોજના ઉપયોગી સાબિત થઈ રહી છે.

આ પણ વાંચો: Anand News: ખંભાતમાં પ્રેમસંબંધના વહેમમાં પિતાએ કરી 21 વર્ષીય દીકરીની હત્યા! પોલીસે આરોપી પિતાની કરી ધરપકડ