Porbandar Fishing Boat Accident: પોરબંદરની ફિશિંગ બોટને અજાણી શિપે મારી જોરદાર ટક્કર, રૂપિયા 20 લાખનું નુકસાન

Porbandar Fishing Boat Accident: ગુજરાતના દરિયામાં ફરી એકવાર મોટી દુર્ઘટના સામે આવી છે. સોમનાથ-વેરાવળ સામેના દરિયામાં પોરબંદરની એક ફિશિંગ બોટને અજાણી મોટી શિપે જોરદાર ટક્કર મારતા અફરાતફરી મચી ગઈ હતી.
Kunjan Shukal
Kunjan Shukal
Porbandar fishing boat hit by unknown shipPorbandar fishing boat hit by unknown ship

Porbandar fishing boat hit by unknown ship

Porbandar Fishing Boat Accident: ગુજરાતના દરિયામાં ફરી એકવાર મોટી દુર્ઘટના સામે આવી છે. સોમનાથ-વેરાવળ સામેના દરિયામાં પોરબંદરની એક ફિશિંગ બોટને અજાણી મોટી શિપે જોરદાર ટક્કર મારતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક ખલાસી દરિયામાં ખાબક્યો હતો, જ્યારે બોટમાં સવાર અન્ય ખલાસીઓના જીવ પણ જોખમમાં મુકાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ફિશિંગ બોટને ભારે નુકસાન થયું હતું.

બોટમાં સવાર ખલાસીઓમાં નાસભાગ મચી ગઈ

મળતી માહિતી અનુસાર, પોરબંદરની 'શ્રી અંજલી' નામની ફિશિંગ બોટ સોમનાથ-વેરાવળ સામેના દરિયામાં લંગર નાખીને ઊભી હતી. દરમિયાન મોડી રાત્રે એક અજાણી મોટી શિપ સ્ટીમર ત્યાંથી પસાર થઈ રહી હતી. આ સમયે શિપના ચાલકે ગફલતભરી રીતે શિપ હંકારી ફિશિંગ બોટને જોરદાર ટક્કર મારી હતી. અચાનક થયેલી આ ટક્કરને કારણે બોટમાં સવાર ખલાસીઓમાં નાસભાગ મચી ગઈ હતી. શિપની જોરદાર ટક્કરથી 'શ્રી અંજલી' બોટની કેબિન અને ડાબી બાજુનો મોટો ભાગ તૂટી ગયો હતો. અકસ્માત દરમિયાન એક ખલાસી દરિયાના પાણીમાં ખાબક્યો હતો. અન્ય ખલાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઘટનાને પગલે બોટ માલિકને અંદાજે રૂપિયા 20 લાખનું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

અજાણી મોટી શિપનો ચાલક પોતાની શિપ લઈને ઘટનાસ્થળેથી ફરાર

સૌથી ગંભીર બાબત એ છે કે અકસ્માત સર્જ્યા બાદ અજાણી મોટી શિપનો ચાલક પોતાની શિપ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેના કારણે શિપની ઓળખ અને તેના ચાલક અંગે અનેક સવાલો ઊભા થયા છે. આ સમગ્ર મામલે પોરબંદરના નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માત સર્જીને ફરાર થયેલી અજાણી શિપની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: Karnataka Boat Accident: સુરતના પ્રવાસી દંપતીનું કર્ણાટકમાં બોટ દુર્ઘટનામાં મોત, બે બાળકોનો આબાદ બચાવ