Unity Day Parade: 'સરદાર વલ્લભભાઈ પટેલ વગર આજના ભારતની કલ્પના કરવી પણ મુશ્કેલ': PM મોદી


Unity Day Parade
Unity Day Parade: 'સરદાર વલ્લભભાઈ પટેલ વગર આજના ભારતની કલ્પના કરવી પણ મુશ્કેલ': PM મોદી


Unity Day Parade
Unity Day Parade: સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય એકતા પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ જનમેદનીને સંબોધિત કરતાં વડાપ્રધાને સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરી તેમના ભરપૂર વખાણ કર્યા હતા.
https://twitter.com/narendramodi/status/2116526215230300505?s=20
સરદારનું જીવન અને તેમનું સમર્પણ દેશની એકતા માટે હંમેશાં પ્રેરણારૂપ રહેશે
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ વગર આજના ભારતની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. દેશી રજવાડાંઓને એક કરીને અખંડ ભારતના નિર્માણમાં તેમણે ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. સરદાર પટેલનું જીવન અને તેમનું સમર્પણ દેશની એકતા માટે હંમેશાં પ્રેરણારૂપ રહેશે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં દેશની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે છેલ્લા વર્ષોમાં આશરે 50 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે. કરોડો પરિવારોને પાકાં મકાનો આપવામાં આવ્યાં છે અને દિલ્હીથી નીકળતા સરકારી નાણાં હવે સીધા ગરીબોના ખાતામાં પહોંચી રહ્યાં છે.
ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ PMએ વ્યક્ત કર્યો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશને નક્સલમુક્ત બનાવવાનો સંકલ્પ પૂર્ણ થયો છે. આજે ભારત અગાઉ કરતાં વધુ સુરક્ષિત અને આધુનિક બન્યું છે. વૈશ્વિક ઊર્જા સંકટની અસર પણ ભારત પર ન પડે તે માટે દેશને સક્ષમ બનાવવામાં આવી રહ્યો છે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ પણ તેમણે દોહરાવ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગરીબી હટાવવાની વાતો કરનારા પોતે અમીર બની ગયા, જ્યારે અગાઉ ગરીબોની સ્થિતિ કેવી હતી તે સૌ જાણે છે. વડાપ્રધાને દેશને અસ્થિર કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચિંતા વ્યક્ત કરી હતી અને દેશની એકતા તથા અખંડિતતા જાળવવા સૌને એકજૂથ રહેવા અપીલ કરી હતી.





