PM મોદી માટે લઘુમતી સમાજના લાભાર્થીઓએ લખ્યા 76,000 પોસ્ટકાર્ડ, દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્યની પાઠવી શુભેચ્છા


Gujarat
PM મોદી માટે લઘુમતી સમાજના લાભાર્થીઓએ લખ્યા 76,000 પોસ્ટકાર્ડ, દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્યની પાઠવી શુભેચ્છા


Gujarat
Gujarat : ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા, ગાંધીનગર ખાતે ભાજપા લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ નાહિન કાઝીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે લઘુમતી સમાજ દ્વારા કરવામાં આવેલી પહેલ અંગે માહિતી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરમાં 76 વર્ષ પૂર્ણ થયા
નાહિનભાઈ કાઝીએ જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ અવસરને ધ્યાનમાં રાખીને લઘુમતી મોરચા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લઘુમતી સમાજના લાભાર્થીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરમાં 76 વર્ષ પૂર્ણ થયા છે. તેમના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે લઘુમતી સમાજના લાભાર્થીઓ દ્વારા આશીર્વાદ અને શુભેચ્છા પાઠવતા અંદાજે 76,000 પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. આ પોસ્ટકાર્ડના માધ્યમથી લાભાર્થીઓએ નરેન્દ્ર મોદીને પોતાના સ્નેહ, વિશ્વાસ અને શુભેચ્છાની લાગણી વ્યક્ત કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લઘુમતી સમાજના નાગરિકોને પણ મળ્યો
નાહિનભાઈ કાઝીના જણાવ્યા અનુસાર, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે લઘુમતી સમાજના નાગરિકોએ આ અભિયાનમાં ભાગ લીધો છે. તેમના જણાવ્યા મુજબ, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લઘુમતી સમાજના નાગરિકોને પણ મળ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના નિર્માણનો સંકલ્પ દેશ સમક્ષ મૂક્યો છે. આ સંકલ્પને સાકાર કરવા માટે દેશના તમામ નાગરિકો સાથે મળીને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સહભાગી બની રહ્યા છે. નાહિનભાઈ કાઝીએ દાવો કર્યો હતો કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિવિધ ક્ષેત્રોમાં વિકાસ માટે અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને તેનો લાભ સર્વ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : 7 ઓક્ટોબરે ગુજરાતમાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’, PM મોદીના સંબોધન બાદ થશે પ્રારંભ




