Get News Alerts

Never miss breaking news updates.

7 ઓક્ટોબરે ગુજરાતમાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’, PM મોદીના સંબોધન બાદ થશે પ્રારંભ

Seva Jyoti Kalash Yatra Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં 25 વર્ષની અવિરત જનસેવા પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે...
R Gajjar
R GajjarUpdated on: 06 Oct 2026 08:20 PM IST
7 ઓક્ટોબરે ગુજરાતમાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’, PM મોદીના સંબોધન બાદ થશે પ્રારંભ7 ઓક્ટોબરે ગુજરાતમાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’, PM મોદીના સંબોધન બાદ થશે પ્રારંભ

Seva Jyoti Kalash Yatra Gujarat

Seva Jyoti Kalash Yatra Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં 25 વર્ષની અવિરત જનસેવા પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 7 ઓક્ટોબરે ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરોમાં આ યાત્રા યોજાશે.

સવારે 9 વાગ્યે PM મોદીનું વર્ચ્યુઅલ સંબોધન

‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ના પ્રારંભ પહેલાં સવારે 9 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે. આ દરમિયાન ‘વિકસિત ભારત @ 2047’ના નિર્માણ માટે સામૂહિક સંકલ્પ લેવડાવવામાં આવશે. વડાપ્રધાનના સંબોધન પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી પણ સંબોધન કરશે. ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરોમાં યાત્રાના પ્રસ્થાન સ્થળેથી બંને સંબોધનનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

PM મોદીના સંબોધન બાદ સેવા જ્યોત પ્રજ્જવલિત કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન બાદ સ્થાનિક અગ્રણીશ્રીઓ દ્વારા સેવા જ્યોત પ્રજ્જવલિત કરવામાં આવશે અને ત્યારબાદ ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’નો પ્રારંભ થશે. આ યાત્રા દ્વારા જનસેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને ભાજપના કાર્યકર્તાઓ જોડાશે.

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે

અમદાવાદ ખાતે ગાંધી બ્રિજ અને નહેરૂ બ્રિજ વચ્ચે રિવરફ્રન્ટ હાઉસ પાસે પૂજ્ય પ્રમુખ સ્વામી માર્ગ-રિવરફ્રન્ટ રોડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે નવી સિવિલ હોસ્પિટલ રોડ સ્થિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે.

રાજકોટ, સુરત અને વડોદરામાં પણ પ્રદેશ નેતાઓની હાજરી

રાજકોટ ખાતે પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધ દવે, સુરત ખાતે પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટ, અમદાવાદ ખાતે અજય બ્રહ્મભટ્ટ અને વડોદરા ખાતે હિતેન્દ્રસિંહ ચૌહાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓ, ભાજપ સંગઠનના પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો અને અન્ય આગેવાનો પણ રાજ્યના વિવિધ સ્થળોએ યોજાનારી ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’માં જોડાશે.

25 વર્ષની જનસેવાને લઈને ‘સેવા સંકલ્પ અભિયાન’

ગુજરાત પ્રદેશ ભાજપના મીડિયા વિભાગના જણાવ્યા મુજબ, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તેમજ દેશના વડાપ્રધાન તરીકે જાહેરજીવનમાં અવિરત 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ પ્રસંગે તેમની જનસેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની યાત્રા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકોને જોડીને સેવા અને સમર્પણની ભાવનાને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]