Navsari Leopard Rescue: નવસારીના પૂણી ગામે સાડા પાંચ વર્ષનો દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

Navsari Leopard Rescue: નવસારી જિલ્લાના પૂણી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.
Kunjan Shukal
Kunjan Shukal
Navsari Puni Village Leopard Rescue NewsNavsari Puni Village Leopard Rescue News

Navsari Puni Village Leopard Rescue News

Navsari Leopard Rescue: નવસારી જિલ્લાના પૂણી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. ગામ અને આસપાસના વિસ્તારમાં દીપડો દેખાતાં સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતાં વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આખરે શિકારની શોધમાં ફરતો આશરે સાડા પાંચ વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

દીપડાની હાજરીને કારણે લોકોમાં ભય ફેલાયો હતો

મળતી માહિતી મુજબ, પૂણી ગામમાં છેલ્લા થોડા દિવસોથી દીપડો વારંવાર આંટાફેરા કરતો જોવા મળતો હતો. ખાસ કરીને ગામના રહેણાંક વિસ્તાર નજીક દીપડાની હાજરીને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા આ અંગે નવસારી વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

વન વિભાગની ટીમે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. આ અંતર્ગત ગામના નદી ફળિયામાં રહેતા નવીનચંદ્ર પટેલની વાડીમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા બાદ શિકારની શોધમાં ફરતો આશરે સાડા પાંચ વર્ષનો કદાવર દીપડો પાંજરામાં આવી ગયો હતો.

દીપડાની આરોગ્ય તપાસ સહિતની જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી

દીપડો પાંજરે પુરાતાં વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તેનો કબજો મેળવ્યો હતો. ત્યારબાદ દીપડાની આરોગ્ય તપાસ સહિતની જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય તપાસ પૂર્ણ થયા બાદ દીપડાને યોગ્ય જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડવાની તજવીજ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના ભય હેઠળ જીવતા ગ્રામજનો માટે આ સમાચાર રાહતરૂપ બન્યા છે. દીપડો પાંજરે પુરાતાં ગામમાં ફેલાયેલો ભયનો માહોલ પણ હળવો થયો છે. વન્યજીવ અને માનવ વસાહત વચ્ચે સંઘર્ષની શક્યતાઓને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા પણ જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Jamnagar Chhath Puja 2026: બાલાજી પાર્કમાં છઠ્ઠ પૂજાની ભવ્ય ઉજવણી, 150 પરિવારોના 750થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા