Jamnagar Chhath Puja 2026: બાલાજી પાર્કમાં છઠ્ઠ પૂજાની ભવ્ય ઉજવણી, 150 પરિવારોના 750થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા

Jamnagar Chhath Puja 2026: શહેરના બાલાજી પાર્ક ખાતે છઠ્ઠ પૂજા સમિતિ દ્વારા લોકઆસ્થા અને સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠ્ઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
Kunjan Shukal
Kunjan Shukal
Jamnagar Chhath Puja 2026 CelebrationJamnagar Chhath Puja 2026 Celebration

Jamnagar Chhath Puja 2026 Celebration

Jamnagar Chhath Puja 2026: જામનગર શહેરમાં બિહારની સંસ્કૃતિ અને પરંપરાની અનોખી ઝલક જોવા મળી હતી. શહેરના બાલાજી પાર્ક ખાતે છઠ્ઠ પૂજા સમિતિ દ્વારા લોકઆસ્થા અને સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠ્ઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક આયોજનમાં બિહારથી આવી જામનગરમાં વસવાટ કરતા 150 પરિવારોના 750થી વધુ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર વિસ્તાર છઠ્ઠી મૈયાની ભક્તિ અને આરાધનાથી ભક્તિમય બની ગયો હતો.

View post on Instagram

રીત-રિવાજો મુજબ છઠ્ઠી મૈયાની આરાધના કરી

છઠ્ઠ પૂજા એ બિહાર અને પૂર્વાંચલ સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ખૂબ જ શ્રદ્ધા સાથે ઉજવાતો પવિત્ર તહેવાર છે. આ પર્વમાં ભગવાન સૂર્ય અને છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવે છે. વ્રતધારીઓ પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતાનોના સુખાકારી માટે કઠિન વ્રત રાખીને પરંપરાગત રીતે પૂજા-અર્ચના કરે છે.

જામનગરના બાલાજી પાર્ક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓએ પરંપરાગત રીત-રિવાજો મુજબ છઠ્ઠી મૈયાની આરાધના કરી હતી. ધાર્મિક વિધિઓ અને પૂજા-અર્ચનામાં મોટી સંખ્યામાં પરિવારો જોડાયા હતા. વ્રતધારીઓએ ભક્તિભાવપૂર્વક સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

છઠ્ઠ પૂજા સમિતિના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા આયોજનબદ્ધ રીતે જહેમત ઉઠાવી

ખાસ વાત એ રહી કે વતન બિહારથી દૂર જામનગરમાં વસવાટ કરતા પરિવારો પોતાની સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓને આજે પણ જીવંત રાખી રહ્યા છે. આ આયોજન દ્વારા નવી પેઢીને પણ પોતાની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક મૂલ્યો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા છઠ્ઠ પૂજા સમિતિના સભ્યોએ આયોજનબદ્ધ રીતે જહેમત ઉઠાવી હતી. 750થી વધુ લોકોની ઉપસ્થિતિથી બાલાજી પાર્કમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો. આ આયોજન જામનગરમાં વસતા બિહારી સમાજની એકતા અને સાંસ્કૃતિક ઓળખનું સુંદર ઉદાહરણ બન્યું હતું.

આ પણ વાંચો: Surat Chhath Puja 2026: છઠ મહાપર્વની ભવ્ય ઉજવણી, તાપી કિનારે હજારો શ્રદ્ધાળુઓએ અસ્તાચળ સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું