Navsari News: બિલિમોરામાં પ્લાસ્ટિકની દુકાનમાં ભીષણ આગ, લાખોનો માલ ખાક


Bilimora plastic shop fire accident Navsari news બિલિમોરા આગ
Navsari News: બિલિમોરામાં પ્લાસ્ટિકની દુકાનમાં ભીષણ આગ, લાખોનો માલ ખાક


Bilimora plastic shop fire accident Navsari news બિલિમોરા આગ
Navsari News: નવસારી જિલ્લાના બિલિમોરામાં શુક્રવાર મોડી રાત્રે પ્લાસ્ટિકની એક હોલસેલ દુકાનમાં ભીષણ આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બિલિમોરા ITI સામે આવેલી દુકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. દુકાનમાં રાખેલો પ્લાસ્ટિકનો મોટો જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા થઈ હોવાની માહિતી પણ સામે આવી નથી.
ફટાકડાને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા
પ્રાથમિક માહિતી મુજબ, દુકાનની પાછળ રાખેલા સામાનમાં અચાનક આગ લાગી હતી. શરૂઆતમાં ફટાકડાને આગનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. આગની જ્વાળાઓ ઊંચે ઉઠતી જોઈ આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. દુકાનમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી અને તેને કાબૂમાં લેવી મુશ્કેલ બની હતી.
બિલિમોરા અને ગણદેવીની ફાયર ટીમે સંભાળ્યો મોરચો
આગ લાગતાં સ્થાનિક લોકો અને દુકાનદારે શરૂઆતમાં અગ્નિશામક સાધનો તથા પાણીની મદદથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગની ગંભીરતાને જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતાં જ બિલિમોરા નગરપાલિકાની ફાયર ટીમ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. આગની વિકરાળતાને ધ્યાનમાં રાખીને ગણદેવી નગરપાલિકાની ફાયર ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. બંને ટીમોએ સાથે મળીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. ફાયર કર્મચારીઓએ અંદાજે એક કલાક સુધી ભારે જહેમત ઉઠાવી આગને કાબૂમાં લીધી હતી.
સમયસર ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી જતાં આગને આસપાસના વિસ્તારોમાં વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.
8થી 10 લાખ રૂપિયાના નુકસાનનો અંદાજ
દુકાનદારના જણાવ્યા અનુસાર, આગની ઘટનામાં દુકાનમાં રાખેલો અંદાજે 8થી 10 લાખ રૂપિયાનો માલ બળીને નષ્ટ થયો છે. જોકે, નુકસાનનું વાસ્તવિક મૂલ્યાંકન હજુ બાકી છે.
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આગની જાણ થતાં જ ટીમ સમયસર ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે ફટાકડાને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ વાસ્તવિક કારણની પુષ્ટિ થઈ શકશે.
આ પણ વાંચો : New Year Sabaras: નવા વર્ષના પ્રથમ દિવસે કેમ ખરીદવામાં આવે છે મીઠું?




