Navsari News: LCBને મળી મોટી સફળતા, હાઈબ્રિડ ગાંજાની કરોડોની કાર્ટેલ પકડી, 4 પેડલરની ધરપકડ

Navsari News: નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરીને હાઈબ્રિડ ગાંજા (OG)ના જથ્થા સાથે ચાર પેડલરોને ઝડપી પાડ્યા છે.
Kunjan Shukal
Kunjan Shukal
નવસારી LCBને મળી મોટી સફળતાનવસારી LCBને મળી મોટી સફળતા

નવસારી LCBને મળી મોટી સફળતા

Navsari News: નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરીને હાઈબ્રિડ ગાંજા (OG)ના જથ્થા સાથે ચાર પેડલરોને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા બે કારમાંથી કુલ 9.375 કિલો હાઈબ્રિડ ગાંજો કબજે કરવામાં આવ્યો છે, જેની કિંમત રૂપિયા 3.28 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. નવસારીના ઈતિહાસમાં NDPSના ગુનામાં મુખ્ય કાર્ટેલને પકડવાની આ પ્રથમ કાર્યવાહી હોવાનું જણાવાયું છે.

આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી

મળતી માહિતી મુજબ, LCB પોલીસને મળેલી બાતમીના આધારે એક્સપ્રેસ હાઈવે પર તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન વડોદરા ખાતે હાઈબ્રિડ ગાંજાનો જથ્થો આપીને વાપી તરફ પરત ફરી રહેલા પેડલરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે બે કાર રોકીને તપાસ કરતાં તેમાંથી મોટી માત્રામાં OG ગાંજો મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મુખ્ય પેડલર પ્રમોદ પાઠક સહિત મિકેત પટેલ, પ્રેમચંદ ઉર્ફે લાલજી યાદવ અને વિષ્ણુ સિંગની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને વાહનોમાંથી ગાંજાનો જથ્થો કબજે લઈ આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

નવ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા

પોલીસ તપાસમાં આ નશાના કારોબાર સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની પણ વિગતો સામે આવી છે. ઘટના સ્થળેથી ભાગી છૂટેલા વિકાસ, વડોદરાના જયંતી અને બેંગકોકના રોની સહિત કુલ નવ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. નવસારી LCB દ્વારા પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં હાઈબ્રિડ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને સમગ્ર કાર્ટેલનું નેટવર્ક કેટલા વિસ્તારોમાં કાર્યરત છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કરોડોની કિંમતના નશીલા પદાર્થની આ જપ્તીથી દક્ષિણ ગુજરાતમાં નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો: Mehsana News: કડીમાંથી ચોરાયેલું એક્ટિવા મહેસાણા LCBએ ઝડપી પાડ્યું, મુઝફર મનસુરીની કરી ધરપકડ