Mehsana News: કડીમાંથી ચોરાયેલું એક્ટિવા મહેસાણા LCBએ ઝડપી પાડ્યું, મુઝફર મનસુરીની કરી ધરપકડ

Mehsana News: મહેસાણા જિલ્લામાં વાહનચોરીના બનાવો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ કડીમાંથી ચોરાયેલું હોન્ડા એક્ટિવા ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે.
Kunjan Shukal
Kunjan Shukal
કડી કુડાણ પાટીયા પાસેથી મુઝફર મનસુરીની ધરપકડ કરાઈકડી કુડાણ પાટીયા પાસેથી મુઝફર મનસુરીની ધરપકડ કરાઈ

કડી કુડાણ પાટીયા પાસેથી મુઝફર મનસુરીની ધરપકડ કરાઈ

Mehsana News: મહેસાણા જિલ્લામાં વાહનચોરીના બનાવો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ કડીમાંથી ચોરાયેલું હોન્ડા એક્ટિવા ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

LCBની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કરી કાર્યવાહી

મળતી માહિતી મુજબ, મહેસાણા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કડી વિસ્તારમાં ચોરીના વાહન સાથે એક શખ્સ હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે કડીના કુડાણ પાટિયા નજીક તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મુઝફર મનસુરી નામના શખ્સને શંકાના આધારે અટકાવી તપાસ કરવામાં આવી હતી. પોલીસે તેની પાસેથી હોન્ડા એક્ટિવા કબજે લીધું હતું. વાહનની કિંમત અંદાજે રૂપિયા 30,000 હોવાનું જાણવા મળ્યું છે. એક્ટિવાના આધાર પુરાવા રજૂ કરવામાં શખ્સ નિષ્ફળ રહેતા પોલીસે તેની પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસે ચોરાયેલું વાહન કબજે લઈ આરોપીની ધરપકડ કરી

પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ કડીમાં જૂની ટેલિફોન કચેરી નજીકથી એક્ટિવા ચોરી કર્યું હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે ચોરાયેલું વાહન કબજે લઈ આરોપીની ધરપકડ કરી છે. મહેસાણા LCB દ્વારા આરોપીને વધુ તપાસ માટે કડી પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વાહનચોરીના બનાવમાં આરોપીની અન્ય સંડોવણી છે કે કેમ, તેમજ અગાઉ પણ તેણે વાહનચોરી કરી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મહેસાણા જિલ્લામાં વાહનચોરીના બનાવો અટકાવવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને બાતમીદારોના નેટવર્કના આધારે તપાસ તેજ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી વાહનચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો: Surat Cooperative Bank: કોસંબા મર્કન્ટાઈલ બેન્કની ચૂંટણીમાં વિકાસ પેનલ અને સંઘર્ષ સમિતિ વચ્ચે સીધો જંગ, મતદારોમાં ઉત્સાહ