Navsari News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સી.આર. પાટીલને હળવી ટકોર, કહ્યું 'પાણીના કામો કરાવી જ લેજો'

Navsari News: નવસારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલને પાણીના બોર અને જળસંચયનાં કામો અંગે હળવી ટકોર કરી.
Kunjan Shukal
Kunjan Shukal
CMએ જળસંચયનાં કામો અંગે હળવી ટકોર કરીCMએ જળસંચયનાં કામો અંગે હળવી ટકોર કરી

CMએ જળસંચયનાં કામો અંગે હળવી ટકોર કરી

Navsari News: નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવી ટકોર કરતાં કાર્યક્રમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. નવસારીમાં પાણીની સુવિધા અને બોર બનાવવાના મુદ્દે મુખ્યમંત્રીએ સી.આર. પાટીલના જળશક્તિ મંત્રી હોવાનો ઉલ્લેખ કરી રમૂજી અંદાજમાં ટિપ્પણી કરી હતી.

જળ મંત્રાલય તો તમારી પાસે જ છે

મુખ્યમંત્રીએ નવસારીમાં પાણીના બોર બનાવવામાં આવ્યા છે કે નહીં તેવો સવાલ ઉપસ્થિત કર્યો હતો. સાથે જ તેમણે હળવા અંદાજમાં કહ્યું હતું કે, પાણીના બોર અને જળસંચયની વાત આવે ત્યારે જળ મંત્રાલય તો તમારી પાસે જ છે. તેમણે વધુમાં રમૂજી અંદાજમાં જણાવ્યું હતું કે, પાણી ખૂટતું હશે તો પણ તેઓ પાણીની વ્યવસ્થા કરી આપશે અને વધારાનું પાણી હોય તો તેને જમીનમાં ઉતારી દેવાની વ્યવસ્થા પણ કરશે. મુખ્યમંત્રીની આ ટિપ્પણીનો સંદર્ભ નવસારીમાં પાણીની ઉપલબ્ધતા અને જળસંચયનાં કામો સાથે જોડાયેલો હતો.

મુખ્યમંત્રીની આ રમૂજી ટિપ્પણીને પગલે કાર્યક્રમમાં હળવું વાતાવરણ સર્જાયું

આ પ્રસંગે મુખ્યમંત્રીએ સી.આર. પાટીલની ગેરહાજરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સી.આર. પાટીલ પણ આ કાર્યક્રમમાં આવવાના હતા, પરંતુ દિલ્હીમાં જરૂરી કામ હોવાથી તેઓ ઉપસ્થિત રહી શક્યા નથી. મુખ્યમંત્રીએ વધુમાં હળવી ટકોર કરતાં કહ્યું હતું કે, નવસારીમાં પાણીના જેટલા કામો કરાવવા હોય એટલા કરાવી જ લેજો. મુખ્યમંત્રીની આ રમૂજી ટિપ્પણીને પગલે કાર્યક્રમમાં હળવું વાતાવરણ સર્જાયું હતું. જોકે, આ ટિપ્પણીની સાથે નવસારી જિલ્લામાં પાણીની સુવિધા, ભૂગર્ભ જળસ્તર વધારવા અને જળસંચયનાં કામોનું મહત્વ પણ સામે આવ્યું છે. હવે નવસારીમાં પાણીના બોર, જળસંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે કેવાં નવાં કામો હાથ ધરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: Surat BJP Bike Rally: ભાજપની બાઈક રેલીમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા, હેલ્મેટ વગર કાર્યકર્તાઓએ કાઢી બાઈક રેલી!