Get News Alerts

Never miss breaking news updates.

ચીખલીમાં મહિલા સરપંચ અને પતિ પર હુમલાનો આક્ષેપ, અમિતા પટેલ સહિત 4 સામે એટ્રોસિટીનો ગુનો

Chikhli Sarpanch Attack Case: ચીખલી તાલુકાના બારોલિયા ગામમાં ગ્રામ પંચાયતના વિકાસ કામને લઈને વિવાદ બાદ મહિલા સરપંચ અને તેમના પતિ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ મામલે ચીખલી...
R Gajjar
R GajjarUpdated on: 24 Sep 2026 08:44 PM IST
ચીખલીમાં મહિલા સરપંચ અને પતિ પર હુમલાનો આક્ષેપ, અમિતા પટેલ સહિત 4 સામે એટ્રોસિટીનો ગુનોચીખલીમાં મહિલા સરપંચ અને પતિ પર હુમલાનો આક્ષેપ, અમિતા પટેલ સહિત 4 સામે એટ્રોસિટીનો ગુનો

Chikhli Sarpanch Attack Case

Chikhli Sarpanch Attack Case: ચીખલી તાલુકાના બારોલિયા ગામમાં ગ્રામ પંચાયતના વિકાસ કામને લઈને વિવાદ બાદ મહિલા સરપંચ અને તેમના પતિ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ મામલે ચીખલી પોલીસે અમિતા પટેલ સહિત ચાર વ્યક્તિઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ, બારોલિયા ગામમાં ગ્રામ પંચાયતના મકાન અને નાળાનું કામ ચાલી રહ્યું હતું. આ કામને લઈને વિવાદ સર્જાયો હતો. ફરિયાદ મુજબ, મહિલા સરપંચ પ્રિયંકાબેન પટેલ અને તેમના પતિ અલ્પેશભાઈ પટેલ કામની સ્થિતિ જોવા પહોંચ્યા હતા. તે સમયે હાજર ચાર વ્યક્તિઓ સાથે કામ બંધ કરાવવા બાબતે બોલાચાલી થઈ હતી.

પથ્થર અને લોખંડના સળિયાથી હુમલાનો આક્ષેપ

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિવાદ ઉગ્ર બનતા આરોપીઓએ ગાળાગાળી કરી અને જાતિ અંગે અપમાનજનક શબ્દો બોલ્યા હતા. ત્યારબાદ અલ્પેશભાઈ પટેલ પર પથ્થર અને લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં અલ્પેશભાઈને કપાળના ભાગે ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન 6 ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે તેમને ચીખલીની સરકારી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મહિલા સરપંચ સાથે પણ મારામારીનો આક્ષેપ

ફરિયાદ મુજબ, મહિલા સરપંચ પ્રિયંકાબેન પટેલ સાથે પણ ઝઘડો કરી મારામારી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાને પગલે ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસમાં જતીનભાઈ કુણબી, જીગ્નલભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને અમિતાબેન પટેલ સામે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ એટ્રોસિટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષનું નામ પણ ફરિયાદમાં

ફરિયાદમાં નામ ધરાવતા અમિતાબેન પટેલ નવસારી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં હુમલાનું ચોક્કસ કારણ, ઘટનાક્રમ અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની હકીકત અંગે વધુ વિગતો સામે આવશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]