DevMogra ખાતે શ્રી યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ રૂ.13.02 કરોડના પ્રોજેક્ટની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી મંજૂરી



DevMogra
DevMogra ખાતે શ્રી યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ રૂ.13.02 કરોડના પ્રોજેક્ટની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી મંજૂરી



DevMogra
DevMogra : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ શ્રી યાહામોગી માતાજી મંદિર, દેવમોગરા આદિવાસી સમાજની આસ્થા અને શ્રદ્ધાનું મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. દેવમોગરા ખાતે શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિવિધ તબક્કાઓમાં વિકાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
દેવમોગરામાં ધાર્મિક પ્રવાસનને મળશે નવી ઓળખ
જે અંતર્ગત ફેઝ-1 હેઠળ રૂ.11.33 કરોડના ખર્ચે ધર્મશાળા, સેન્ટ્રલ વિસ્ટા, ટોઇલેટ બ્લોક, પથ્થરના પ્રવેશદ્વાર, પાર્કિંગ, પાથવે તથા 295 દુકાનો જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી હતી. આ સુવિધાઓના નિર્માણથી દેવમોગરા ખાતે આવતા શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓ માટે જરૂરી પાયાની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
નર્મદાના દેવમોગરામાં વિકાસનો બીજો તબક્કો શરૂ
હવે દેવમોગરાના વધુ વિકાસ માટે ફેઝ-2 ના રૂ.13.02 કરોડના ખર્ચના પ્રોજેક્ટની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ફેઝ-2 હેઠળ બે નવા ટોઇલેટ બ્લોક, ટ્રસ્ટની જગ્યામાં ધર્મશાળા તથા શ્રી યાહામોગી માતાજી મંદિરના ગર્ભગૃહનું રિનોવેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વિકાસ કામગીરીથી દેવમોગરા ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે રહેઠાણ, સ્વચ્છતા તથા મંદિર પરિસરની સુવિધાઓમાં વધારો થશે અને ધાર્મિક પ્રવાસનને વધુ વેગ મળવાની સાથે સ્થાનિક રોજગારી તથા આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચો : CPL 2026 : બાબર આઝમનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો! ગુરબાઝે રચ્યો T20માં નવો ઈતિહાસ

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



