Get News Alerts

Never miss breaking news updates.

Mega Demolition Drive News in Morbi : મોરબીમાં મનપાનું મેગા ડિમોલિશન, સાવરની પાળમાં 180 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

Mega Demolition Drive News in Morbi : મોરબીમાં લાંબા સમય બાદ મહાનગરપાલિકા દ્વારા દબાણો સામે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 08 Oct 2026 09:57 AM IST
Mega Demolition Drive News in Morbi : મોરબીમાં મનપાનું મેગા ડિમોલિશન, સાવરની પાળમાં 180 મકાનો પર બુલડોઝર ફરી વળ્યુંMega Demolition Drive News in Morbi : મોરબીમાં મનપાનું મેગા ડિમોલિશન, સાવરની પાળમાં 180 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

Mega Demolition Drive News in Morbi

Mega Demolition Drive News in Morbi : પંચાસર રોડના સાવરની પાળ વિસ્તારમાં મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સાવર તળાવના બ્યુટિફિકેશનને ધ્યાનમાં રાખીને કાચા-પાકા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સાવરની પાળ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા આ મેગા ઓપરેશનમાં મનપાના એસ્ટેટ વિભાગની અનેક ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. કાર્યવાહી માટે 10 JCB, 4 હિટાચી અને 10 ટ્રેક્ટર સહિતના સાધનો તૈનાત કરવામાં આવ્યા છે. કુલ 6 ટીમો સાથે 150થી વધુ સ્ટાફ આ કામગીરીમાં જોડાયો છે.

પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન શરૂ

ડિમોલિશન કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે 4 DYSP, 7 PI અને 17 PSI સહિત 250 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી હેઠળ સાવરની પાળ વિસ્તારમાં આવેલા અંદાજે 180 મકાનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દબાણો દૂર થયા બાદ આશરે 25,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવાનું આયોજન હોવાનું જાણવા મળ્યું છે. સાવર તળાવના બ્યુટિફિકેશન અને વિસ્તારના વિકાસ માટે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા હોવાનું મનપા તંત્ર તરફથી જણાવાયું છે. તળાવની આસપાસનો વિસ્તાર વધુ સુંદર અને વ્યવસ્થિત બને તે દિશામાં આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સરકારી જમીન પર કર્યુ હતુ બાંધકામ

લાંબા સમય બાદ મનપા દ્વારા આટલા મોટા પાયે ડિમોલિશન હાથ ધરાતા સમગ્ર સાવરની પાળ વિસ્તારમાં ભારે હલચલ જોવા મળી રહી છે. ભારે મશીનરી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે. મેગા ઓપરેશનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. કામગીરી દરમિયાન રસ્તા અને આસપાસના વિસ્તારમાં લોકોની અવરજવર પર પણ અસર જોવા મળી શકે છે.

સાવર તળાવના બ્યુટિફિકેશન માટે હાથ ધરાયેલી આ કામગીરી પૂર્ણ થયા બાદ ખુલ્લી થનારી જમીનનો વિકાસ અને તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવશે તે અંગે પણ લોકોમાં ઉત્સુકતા છે. હાલ મનપાની ટીમો દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી સતત ચાલુ છે. મોરબીમાં લાંબા સમય બાદ હાથ ધરાયેલા આ મેગા ડિમોલિશન ઓપરેશનને કારણે સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે.

આ પણ વાંચો : Yatri Niwas in Ayodhya News : ગુજરાતના રામભક્તો માટે અયોધ્યામાં મોટી ભેટ, ₹80.25 કરોડમાં બનશે ભવ્ય ‘યાત્રી નિવાસ’

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે