Get News Alerts

Never miss breaking news updates.

Yatri Niwas in Ayodhya News : ગુજરાતના રામભક્તો માટે અયોધ્યામાં મોટી ભેટ, ₹80.25 કરોડમાં બનશે ભવ્ય ‘યાત્રી નિવાસ’

Yatri Niwas in Ayodhya News : અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના દર્શનાર્થે જતા ગુજરાતના પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારે મોટી પહેલ કરી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 08 Oct 2026 09:45 AM IST
Yatri Niwas in Ayodhya News :  ગુજરાતના રામભક્તો માટે અયોધ્યામાં મોટી ભેટ, ₹80.25 કરોડમાં બનશે ભવ્ય ‘યાત્રી નિવાસ’Yatri Niwas in Ayodhya News :  ગુજરાતના રામભક્તો માટે અયોધ્યામાં મોટી ભેટ, ₹80.25 કરોડમાં બનશે ભવ્ય ‘યાત્રી નિવાસ’

Yatri Niwas in Ayodhya

Yatri Niwas in Ayodhya News : ગુજરાત સરકાર દ્વારા અયોધ્યામાં ₹80.25 કરોડના ખર્ચે ભવ્ય અને અત્યાધુનિક ‘યાત્રી નિવાસ’નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સુવિધાથી અયોધ્યા જતા ગુજરાતના રામભક્તોને રહેવા સહિતની અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અયોધ્યામાં નિર્માણાધીન ટાઉનશીપમાં કુલ 6,929.28 વર્ગ મીટર જમીન વિસ્તારમાં આ યાત્રી નિવાસ વિકસાવવામાં આવી રહ્યો છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ પ્રોજેક્ટને આકાર આપવામાં આવી રહ્યો છે.

આધુનિક અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવશે યાત્રી નિવાસને

આ અત્યાધુનિક યાત્રી નિવાસમાં કુલ 308 બેડની ક્ષમતા ધરાવતા વિવિધ પ્રકારના રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત 864 વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતો વિશાળ હોલ પણ તૈયાર કરવામાં આવશે. ગુજરાતથી અયોધ્યા આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને આરામદાયક અને સુવિધાયુક્ત રોકાણ મળી રહે તે માટે સંકુલમાં વિવિધ આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

યાત્રી નિવાસમાં રિસેપ્શન સેન્ટર, વિઝીટર લાઉન્જ, સોવેનીયર શોપ, મલ્ટીપર્પઝ હોલ, ઓડિટોરિયમ, મીટિંગ રૂમ અને ડાઇનિંગ એરિયા જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત ટેરેસ ગાર્ડન, ડિજિટલ ડિસ્પ્લે અને આકર્ષક લેન્ડસ્કેપિંગ સાથે સમગ્ર સંકુલને આધુનિક અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવશે.

યાત્રી નિવાસનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું

આ યાત્રી નિવાસનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે અને આગામી એક વર્ષમાં તેને ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવાનું આયોજન છે. જેના કારણે અયોધ્યા જતા ગુજરાતના પ્રવાસીઓ માટે રહેવાની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે. વર્ષ 2024માં અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. રામલલાના દર્શન માટે સતત વધી રહેલા પ્રવાસીઓના પ્રવાહને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આ મહત્વપૂર્ણ પહેલ કરી છે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આ યાત્રી નિવાસ માત્ર રહેવાની સુવિધા પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ ગુજરાત અને અયોધ્યા વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધને વધુ મજબૂત બનાવતું પ્રતીક બનશે. ગુજરાતથી અયોધ્યા જતા રામભક્તોને ઘર જેવી સુવિધા અને શ્રેષ્ઠ આતિથ્ય મળે તે દિશામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. આગામી સમયમાં આ યાત્રી નિવાસ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા પ્રવાસ દરમિયાન એક મહત્વપૂર્ણ સુવિધા કેન્દ્ર બની રહેશે.

આ પણ વાંચો : Banaskantha News : ધાનેરા પોલીસે 64.750 કિલો જથ્થાના પોષડોડા ઝડપ્યા, ₹11.76 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે