Get News Alerts

Never miss breaking news updates.

Mehsana : ઈથોપિયામાં અપહરણ કરાયેલા ત્રણેય યુવાનો હેમખેમ વતન પરત ફર્યા, પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો

Mehsana : મહેસાણા જિલ્લાના વડસ્મા ગામ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈથોપિયામાં અપહરણ કરાયેલા બે યુવતી અને એક યુવક સહિત ત્રણેય યુવાનો હેમખેમ મુક્ત થઈને સ્વદેશ પરત ફર્યા છે.
Kunjan ShuklaUpdated on: 01 Oct 2026 07:26 PM IST
Mehsana : ઈથોપિયામાં અપહરણ કરાયેલા ત્રણેય યુવાનો હેમખેમ વતન પરત ફર્યા, પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધોMehsana : ઈથોપિયામાં અપહરણ કરાયેલા ત્રણેય યુવાનો હેમખેમ વતન પરત ફર્યા, પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો

Mehsana

Mehsana : મહેસાણા જિલ્લાના વડસ્મા ગામ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈથોપિયામાં અપહરણ કરાયેલા બે યુવતી અને એક યુવક સહિત ત્રણેય યુવાનો હેમખેમ મુક્ત થઈને સ્વદેશ પરત ફર્યા છે. ઋત્વિજ, મમતા અને મયુરી સુરક્ષિત રીતે પોતાના પરિવારજનો પાસે પહોંચી જતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. લાંબા સમયથી ચિંતામાં મુકાયેલા પરિવારજનોએ ત્રણેયના પરત ફરતાં રાહતનો શ્વાસ લીધો છે.

ત્રણેયે સૌપ્રથમ ઘરે જઈને માતાજીના દર્શન કર્યા

મળતી માહિતી મુજબ, ઈથોપિયામાં અપહરણનો ભોગ બનેલા ત્રણેય યુવાનોને અપહરણકર્તાઓએ કોઈપણ પ્રકારની ખંડણી કે રૂપિયા લીધા વિના મુક્ત કરી દીધા હતા. ત્યારબાદ ત્રણેય મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાંથી પરિવારજનો તેમને ગાડી મારફતે મહેસાણા જિલ્લાના વડસ્મા ગામે લઈ આવ્યા હતા. ત્રણેય યુવાનોના સુરક્ષિત પરત ફરવાની જાણ થતાં જ ગામમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. પોતાના વતન પહોંચ્યા બાદ ત્રણેયે સૌપ્રથમ ઘરે જઈને માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ ગામના સધી માતા મંદિર ખાતે પણ દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે પરિવારજનો અને ગ્રામજનો ભાવુક બની ગયા હતા.

પરિવાર દ્વારા ઘરમાં અખંડ દીવો પણ પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો

આ સમગ્ર ઘટનામાં પરિવારની આસ્થા અને માનતા પણ ચર્ચામાં રહી છે. ઋત્વિજના ભાભીએ ઋત્વિજ હેમખેમ પરત ન ફરે ત્યાં સુધી ગામનું પાણી નહીં પીવાની બાધા રાખી હતી. બીજી તરફ, પરિવાર દ્વારા ઘરમાં અખંડ દીવો પણ પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો. ત્રણેય યુવાનોની સુરક્ષિત વાપસી બાદ પરિવારની પ્રાર્થના અને માનતા પૂર્ણ થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્રણેય યુવાનોને મળવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. પરિવારજનો અને ગ્રામજનોએ તેમનું સ્વાગત કર્યું હતું. ઈથોપિયામાં અપહરણની ઘટના બાદ ચિંતામાં મુકાયેલા વડસ્મા ગામ માટે ત્રણેય યુવાનોની હેમખેમ વાપસી ખુશીના સમાચાર બની છે. હાલ સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Gujarat : GSECL અને NPCIL વચ્ચે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર, 1 લાખ કરોડના રોકાણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.