Surat Cooperative Bank: કોસંબા મર્કન્ટાઈલ બેન્કની ચૂંટણીમાં વિકાસ પેનલ અને સંઘર્ષ સમિતિ વચ્ચે સીધો જંગ, મતદારોમાં ઉત્સાહ

Surat Cooperative Bank: ધી કોસંબા મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્કની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. બેન્કની ચૂંટણીમાં વિકાસ પેનલ અને સંઘર્ષ સમિતિ પેનલ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે.
Kunjan Shukal
Kunjan Shukal
ધી કોસંબા મર્કન્ટાઇલ કો ઓપરેટીવ બેંકની ચૂંટણીધી કોસંબા મર્કન્ટાઇલ કો ઓપરેટીવ બેંકની ચૂંટણી

ધી કોસંબા મર્કન્ટાઇલ કો ઓપરેટીવ બેંકની ચૂંટણી

Surat Cooperative Bank: સુરત જિલ્લામાં ધી કોસંબા મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્કની ચૂંટણીને લઈને આજે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. બેન્કની ચૂંટણીમાં વિકાસ પેનલ અને સંઘર્ષ સમિતિ પેનલ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. બંને પેનલના 17-17 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવાથી ચૂંટણી રસપ્રદ બની છે.

મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી

બેન્કના 7,000થી વધુ સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આગામી સંચાલન માટે પ્રતિનિધિઓ પસંદ કરશે. મતદાન પ્રક્રિયા શરૂ થતાં જ મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી હતી. સભાસદોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તરસાડી અને કોસંબા વિસ્તારના વેપારીઓ, સ્થાનિક લોકો તથા સભાસદો માટે ધી કોસંબા મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્ક મહત્વપૂર્ણ આર્થિક સંસ્થા ગણાય છે. બેન્કની ચૂંટણીમાં બંને પેનલ દ્વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર કરવામાં આવ્યો હતો. હવે મતદારો કોને સમર્થન આપે છે તેના પર સૌની નજર ટકેલી છે.

ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સુકતા જોવા મળી

ચૂંટણીમાં વિકાસ પેનલ અને સંઘર્ષ સમિતિ પેનલ વચ્ચે ખરાખરીનો મુકાબલો હોવાથી બંને પક્ષના ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. મતદાન દરમિયાન મતદારો શાંતિપૂર્ણ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે. પરિણામ જાહેર થયા બાદ ધી કોસંબા મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્કની સત્તા કોના હાથમાં જશે તે સ્પષ્ટ થશે. બેન્કના સભાસદો દ્વારા પસંદ કરવામાં આવેલી નવી ટીમ આગામી સમયમાં બેન્કના વહીવટ અને વિકાસની જવાબદારી સંભાળશે.

આ પણ વાંચો: Amreli News: જાફરાબાદમાં પોલીસ આવાસ પાસે સિંહણની લટાર, લોકોમાં ભારે ફફડાટ