Kadi Vepari Humlo : કડીમાં પાર્કિંગ વિવાદમાં વેપારી પર છરાથી હુમલો, આરોપીએ જાનથી મારી નાખવાની આપી ધમકી

Kadi Vepari Humlo : મહેસાણા જિલ્લાના કડી શહેરમાં એક્ટિવા પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે.
Vivek Shah
Vivek Shah
Kadi Vepari Humlo મહેસાણાના કડીમાં પાર્કિંગ બાબતે વેપારી પર હુમલોKadi Vepari Humlo મહેસાણાના કડીમાં પાર્કિંગ બાબતે વેપારી પર હુમલો

Kadi Vepari Humlo મહેસાણાના કડીમાં પાર્કિંગ બાબતે વેપારી પર હુમલો

Kadi Vepari Humlo : જકાતનાકા પાસે આવેલી મારુતિ ડેરી આગળ સાંજના સમયે એક વેપારી પર લોખંડના છરાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં વેપારીના ડાબા હાથ પર છરાથી ઘા મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

હુમલા બાદ આરોપીએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મળતી માહિતી મુજબ, કડીના જકાતનાકા વિસ્તારમાં મારુતિ ડેરી પાસે એક પાર્લર આવેલું છે. સાંજના સમયે એક શખ્સે પાર્લરની આગળ પોતાનું એક્ટિવા પાર્ક કર્યું હતું. આ દરમિયાન પાર્કિંગની બાબતે વેપારી અને શખ્સ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.

પાર્કિંગના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

આક્ષેપ મુજબ, એક્ટિવા પાર્ક કરનાર શખ્સે વેપારીને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. વેપારીએ ગાળો નહીં બોલવા માટે કહેતાં શખ્સ વધુ ઉશ્કેરાઈ ગયો હતો. સામાન્ય બોલાચાલી બાદ મામલો એટલો વધી ગયો કે આરોપી દુકાનમાંથી લોખંડનો છરો લઈને આવ્યો હતો.

ત્યારબાદ આરોપીએ વેપારીના ડાબા હાથ પર લોખંડના છરાથી હુમલો કર્યો હતો. અચાનક થયેલા આ હુમલાથી વેપારીને ઈજા પહોંચી હતી. હુમલો કર્યા બાદ આરોપી ત્યાંથી જતો રહ્યો હતો, પરંતુ જતા-જતા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વેપારીના ડાબા હાથ પર છરાના ઘા માર્યા

આ સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પાર્કિંગ જેવા સામાન્ય મુદ્દે થયેલી બોલાચાલી હિંસક હુમલામાં ફેરવાતાં સ્થાનિક સ્તરે આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાને લઈને વેપારી દ્વારા કડી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ મામલે કડી પોલીસે રમેશભાઈ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ પોલીસ દ્વારા ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. નજીવા વિવાદમાં હિંસક વર્તન અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપને પગલે પોલીસ તપાસમાં આગળ શું વિગતો સામે આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : Ahmedabad Heritage City : રમતગમતની સાથે વિરાસતની ઝલક, દેશભરના પોલીસ ખેલાડીઓએ અમદાવાદમાં માણ્યો હેરિટેજ વોકનો આનંદ