Get News Alerts

Never miss breaking news updates.

Bahucharaji: ભાદરવી પૂનમે બહુચરાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, રાત્રે નીકળશે માતાજીની શાહી સવારી

Bahucharaji Bhadarvi Poonam: મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા...
R Gajjar
R GajjarUpdated on: 26 Sep 2026 06:54 PM IST
Bahucharaji: ભાદરવી પૂનમે બહુચરાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, રાત્રે નીકળશે માતાજીની શાહી સવારીBahucharaji: ભાદરવી પૂનમે બહુચરાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, રાત્રે નીકળશે માતાજીની શાહી સવારી

Bahucharaji Bhadarvi Poonam

Bahucharaji Bhadarvi Poonam: મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. સમગ્ર ગુજરાતમાંથી ભક્તો સંઘ અને ધજાઓ સાથે બહુચરાજી ધામ પહોંચ્યા હતા.

સાડી, ચુંદડી અને પ્રસાદ અર્પણ કરી ભક્તોએ લીધા આશીર્વાદ

ભાદરવી પૂનમના પાવન દિવસે ભક્તો દ્વારા બહુચરાજી માતાજીને સાડી, ચુંદડી અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા હતા. અનેક શ્રદ્ધાળુઓ પોતાની બાધા પૂર્ણ કરવા માટે શ્રદ્ધા અને ભાવનાપૂર્વક માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્વક માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા

ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે ખાસ પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીથી ભક્તોને રાહત મળે તે માટે મંડપ તેમજ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો સરળતાથી દર્શન કરી શકે અને કોઈ અગવડ ન પડે તે માટે મંદિરના સિક્યુરિટી સ્ટાફ સાથે પોલીસ દ્વારા પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાત્રે 9:30 વાગ્યે નીકળશે માતાજીની શાહી સવારી

ભાદરવી પૂનમના પાવન અવસરે આજે રાત્રે સાડા નવ વાગ્યે બહુચરાજી માતાજીની ભવ્ય શાહી સવારી નગરચર્યાએ નીકળશે. શાહી સવારી દરમિયાન માતાજી નગરચર્યા કરીને ભક્તોને દર્શન આપશે. શાહી સવારીને લઈને પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર બહુચરાજી ધામ આજે ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયું છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]