Get News Alerts

Never miss breaking news updates.

Mahisagar News : વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપ બાદ શિક્ષક સસ્પેન્ડ, વિદ્યાર્થીને ડ્રીલ મશીન મારવાનો હતો આક્ષેપ

Mahisagar News : મહીસાગર જિલ્લામાં બ્રાન્ચ શાળા-5માં વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપને લઈને શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 28 Sep 2026 10:47 AM IST
Mahisagar News : વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપ બાદ શિક્ષક સસ્પેન્ડ, વિદ્યાર્થીને ડ્રીલ મશીન મારવાનો હતો આક્ષેપMahisagar News : વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપ બાદ શિક્ષક સસ્પેન્ડ, વિદ્યાર્થીને ડ્રીલ મશીન મારવાનો હતો આક્ષેપ

Mahisagar News

Mahisagar News : વાલી અને વિદ્યાર્થી દ્વારા એક શિક્ષક સામે માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યા બાદ સમગ્ર મામલે શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ શિક્ષકને હાલ પૂરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, બ્રાન્ચ શાળા-5માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ વાલી અને બાળક દ્વારા કરવામાં આવ્યો હતો. આક્ષેપમાં વિદ્યાર્થીને ડ્રીલ મશીન અથવા વીટીથી માર મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી હતી. ફરિયાદ બાદ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી.

વીંટીથી માર માર્યોનો પણ આક્ષેપ છે

તપાસ દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા બાળક, તેના વાલી અને સંબંધિત શિક્ષકના નિવેદન લેવામાં આવ્યા હતા. વાલી અને વિદ્યાર્થીએ તપાસ દરમિયાન વીટી વાગી હોવાનું કબૂલ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસ કરીને અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીના અહેવાલમાં વિદ્યાર્થીને વીટીથી માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

જોકે, શાળામાં વિદ્યાર્થીને માર મારવો નિયમોની વિરુદ્ધ હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ, બાળક અને તેના વાલી દ્વારા પણ વિદ્યાર્થી વર્ગખંડમાં તોફાન કરતો હોવાના કારણે શિક્ષકે તેને માર્યો હોવાનું કબૂલવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. આમ, સમગ્ર મામલે શિક્ષક દ્વારા વિદ્યાર્થીને શિસ્તમાં રાખવા માટે માર મારવામાં આવ્યો હોવાનો મુદ્દો પણ તપાસમાં સામે આવ્યો છે.

શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા

જોકે, શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થી સાથે મારપીટ કરવી નિયમસંગત ન હોવાથી શિક્ષણ વિભાગે શિક્ષકને હાલ પૂરતા સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. શિક્ષક સામેની આગળની કાર્યવાહી અને સમગ્ર મામલાની વહીવટી પ્રક્રિયા નિયમો મુજબ આગળ વધારવામાં આવશે. આ ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથેના વ્યવહાર અને શિસ્ત જાળવવાની પદ્ધતિ અંગે ફરી ચર્ચા જગાવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર મામલે વિદ્યાર્થી, વાલી અને શિક્ષકના નિવેદનોને આધારે કાર્યવાહી કરવામાં આવી છે. હાલ શિક્ષકના સસ્પેન્શન બાદ વિભાગીય સ્તરે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર મામલે સત્તાવાર તપાસ અને ઉપલબ્ધ પુરાવાના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : Bank strike : રવિવારની બેઠકમાં એવું તો શું થયું કે 3 દિવસની બેંક હડતાળ મુલતવી રહી, વાંચો Inside Story

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે