Bank strike : રવિવારની બેઠકમાં એવું તો શું થયું કે 3 દિવસની બેંક હડતાળ મુલતવી રહી, વાંચો Inside Story



Bank strike
Bank strike : રવિવારની બેઠકમાં એવું તો શું થયું કે 3 દિવસની બેંક હડતાળ મુલતવી રહી, વાંચો Inside Story



Bank strike
Bank strike : ઈન્ડિયન બેંક્સ એસોસિએશન એટલે કે IBA અને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ એટલે કે UFBU વચ્ચે થયેલી ચર્ચા બાદ હડતાળ ટાળવાનો નિર્ણય લેવાયો છે. રવિવાર, 27 સપ્ટેમ્બરની રાત્રે IBA અને UFBU વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ ચર્ચામાં બેંક કર્મચારીઓની લાંબા સમયથી પડતર માગણીઓ અંગે આગળની પ્રક્રિયા નક્કી કરવામાં આવી. ખાસ કરીને પાંચ દિવસના બેંકિંગ અઠવાડિયાની માંગ પર ચર્ચા થઈ અને આ મુદ્દે હાઈલેવલ કમિટી બનાવવાની સહમતિ થઈ.
બેંક હડતાળ મોકૂફ રહી
બેંક યુનિયનોની મુખ્ય માગ છે કે શનિવાર અને રવિવાર બંને દિવસ બેંકોમાં રજા જાહેર કરવામાં આવે. હાલ જાહેર ક્ષેત્રની બેંકોમાં દર મહિને બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. પાંચ દિવસના બેંકિંગ અઠવાડિયા અંગેનો પ્રસ્તાવ અગાઉ 8 માર્ચ 2024ના દ્વિપક્ષીય કરાર સાથે જોડાયેલો હતો, પરંતુ તેનો અંતિમ અમલ હજુ બાકી હતો. હવે IBA અને UFBUના પ્રતિનિધિઓની હાઈલેવલ કમિટી તમામ શનિવારે રજા આપવા અંગેના સંભવિત વિકલ્પો પર વિચાર કરશે.
સાથે જ સંબંધિત તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરીને કર્મચારીઓ અને ગ્રાહકો બંનેને ધ્યાનમાં રાખીને ઉકેલ શોધવાનો પ્રયાસ કરવામાં આવશે. હડતાળ મોકૂફ રાખવાના નિર્ણય પાછળ માત્ર પાંચ દિવસના બેંકિંગનો મુદ્દો જ નહીં, પરંતુ અન્ય પડતર મુદ્દાઓ પર પણ ચર્ચા આગળ વધારવાની સહમતિ મહત્વપૂર્ણ રહી છે.
હવે પાંચ દિવસના બેંકિંગ મુદ્દે કમિટી કરશે ચર્ચા
તેમાં સ્કેલ IV અને તેનાથી ઉપરના અધિકારીઓ માટેની Performance Linked Incentive એટલે કે PLI યોજના અંગેની યુનિયનોની ચિંતાઓ પણ સામેલ છે. આ હડતાળ 30 સપ્ટેમ્બરના હાફ-યરલી ક્લોઝિંગ સાથે પણ સંકળાયેલી હતી. અગાઉ સરકાર અને બેંક મેનેજમેન્ટે હડતાળથી ગ્રાહકો, વેપાર અને નાણાકીય કામગીરી પર અસર થવાની શક્યતા દર્શાવી હતી. સરકારે ગ્રાહકોની સુવિધા માટે 27 સપ્ટેમ્બરના રવિવારે પણ જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામિણ બેંકો ખુલ્લી રાખવાની વ્યવસ્થા કરી હતી.
હવે હડતાળ મુલતવી રહેતા 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન બેંકિંગ સેવાઓમાં પ્રસ્તાવિત હડતાળને કારણે થનારો મોટો વિક્ષેપ ટળી ગયો છે. જોકે, પાંચ દિવસના બેંકિંગ સહિતના મુદ્દાઓનો અંતિમ ઉકેલ હજુ ચર્ચા અને કમિટીની પ્રક્રિયા પર નિર્ભર રહેશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





