West Kutch Police Transfer: પશ્ચિમ કચ્છ પોલીસમાં મોટો ફેરફાર, 17 PI-PSIની આંતરિક બદલીના આદેશ

West Kutch Police Transfer: પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર 17 પોલીસ ઈન્સ્પેક્ટર (PI) અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની આંતરિક બદલી કરવામાં આવી છે.
Kunjan Shukal
Kunjan Shukal
Kutch Police PI PSI TransferKutch Police PI PSI Transfer

Kutch Police PI PSI Transfer

West Kutch Police Transfer: પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર 17 પોલીસ ઈન્સ્પેક્ટર (PI) અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ આ બદલીઓના આદેશ જાહેર કર્યા છે. આ બદલીઓના પગલે વિવિધ પોલીસ સ્ટેશન અને શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

વહીવટી વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે આ આંતરિક બદલીઓ કરાઈ

મળતી માહિતી મુજબ, પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં વહીવટી વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે આ આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં PI અને PSI કક્ષાના અધિકારીઓની જુદી-જુદી પોલીસ સ્ટેશન તેમજ શાખાઓમાં નિમણૂક કરવામાં આવી છે. બદલીના આદેશ અનુસાર, PI એ.બી. જાડેજાની નિરોણા પોલીસ સ્ટેશનથી માધાપર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે PI એ.કે. જાડેજાને માધાપર પોલીસ સ્ટેશનથી મુન્દ્રા એરપોર્ટ ખાતે મૂકવામાં આવ્યા છે.

તેવી જ રીતે PI એસ.એમ. દેસાઈની મુન્દ્રા એરપોર્ટથી કોડાય પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. PI બી.પી. ખરાડીને કોડાય પોલીસ સ્ટેશનથી ખાવડા પોલીસ સ્ટેશનમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત PI ટી.ડી. ચુડાસમાની ધોરડો પોલીસ સ્ટેશનથી ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

17 PI-PSIની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા

PSI કક્ષાના અધિકારીઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. PSI ટી.બી. રબારીને SOG શાખામાંથી મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. જ્યારે PSI એન.પી. ગોસ્વામીની મુન્દ્રા પોલીસ સ્ટેશનથી SOG શાખામાં બદલી કરવામાં આવી છે.

આમ, પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં કુલ 17 PI-PSIની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાના આ નિર્ણયથી પોલીસ વિભાગની વહીવટી વ્યવસ્થામાં ફેરફાર જોવા મળશે. જોકે, આ બદલીઓ વહીવટી કારણોસર કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો: Ahmedabad Robbery Case: અમદાવાદમાં મહિલાને છરી બતાવી રૂપિયા 5 લાખથી વધુના સોનાના દાગીનાની લૂંટ, ત્રણ આરોપી ઝડપાયા