Ahmedabad Robbery Case: અમદાવાદમાં મહિલાને છરી બતાવી રૂપિયા 5 લાખથી વધુના સોનાના દાગીનાની લૂંટ, ત્રણ આરોપી ઝડપાયા


Ahmedabad 5 Lakh Robbery Case
Ahmedabad Robbery Case: અમદાવાદમાં મહિલાને છરી બતાવી રૂપિયા 5 લાખથી વધુના સોનાના દાગીનાની લૂંટ, ત્રણ આરોપી ઝડપાયા


Ahmedabad 5 Lakh Robbery Case
Ahmedabad Robbery Case: અમદાવાદમાં મહિલાને છરી બતાવી લાખો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ કરવાના ગુનાનો પોલીસે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. રાજસ્થાનથી અમદાવાદ આવેલી પંકુબેન હજારીમલને લૂંટારુઓએ નિશાન બનાવી હતી. મહિલાએ પહેરેલા રૂપિયા 5 લાખથી વધુની કિંમતના સોનાના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા. જોકે, આ ગુનામાં મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.
અલી ખાન છોટેખાન પઠાણે છરી બતાવી મહિલાને ધમકાવી હતી
મળતી માહિતી મુજબ, ગત 15 તારીખે પંકુબેન હજારીમલ ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા. ત્યારબાદ તેઓ ઓટો-રિક્ષામાં બેઠા હતા. જોકે, આ ઓટો-રિક્ષામાં પહેલેથી જ ચાર શખ્સો સવાર હતા. મહિલા ગુરુદ્વારા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન આરોપીઓએ તેમને નિશાન બનાવ્યાં હતાં. જુહાપુરાના અલી ખાન છોટેખાન પઠાણે છરી બતાવી મહિલાને ધમકાવી હતી અને તેમની પાસેથી રૂપિયા 5 લાખથી વધુની કિંમતના સોનાના દાગીના લૂંટી લીધા હતા.
ઘટનાની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ અને અન્ય તપાસના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ સાહિલ હુસૈન, રહેમત હુસૈન મોહસીન અને શાહરૂખ કરીમભાઈ તરીકે થઈ છે. ત્રણેય આરોપીઓ મહેસાણાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
સોનીએ આ દાગીના ઓગાળીને સોનાની લગડી બનાવી દીધી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉ કલોલ, કડી અને મહેસાણા વિસ્તારમાં ચોરી તથા લૂંટના ગુનાઓમાં પણ સંડોવાયેલા હતા. લૂંટેલા સોનાના દાગીના કલોલના અનિલભાઈ નામના સોનીને આપ્યા હોવાની કબૂલાત પણ આરોપીઓએ કરી છે. સોનીએ આ દાગીના ઓગાળીને સોનાની લગડી બનાવી દીધી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
બીજી તરફ, આ ગુનાનો મુખ્ય આરોપી અલી ખાન છોટેખાન પઠાણ હજુ ફરાર છે. તેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ તેજ કરી છે. પોલીસના પ્રાથમિક ખુલાસા મુજબ, આરોપીઓ અંગત ખર્ચ અને મોજશોખ પૂરા કરવા માટે ચોરી અને લૂંટ જેવા ગુનાઓને અંજામ આપતા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.




