Giriraj Singh Kutch Visit: કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહ કચ્છની મુલાકાતે, ભુજોડીમાં હેન્ડલૂમ કારીગરોના પરિવાર સાથે રૂબરૂ મુલાકાત કરી

Giriraj Singh Kutch Visit: કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કચ્છની મુલાકાત દરમિયાન સ્થાનિક હસ્તકલા અને હેન્ડલૂમ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
Kunjan Shukal
Kunjan Shukal
Union Minister Giriraj Singh Visit KutchUnion Minister Giriraj Singh Visit Kutch

Union Minister Giriraj Singh Visit Kutch

Giriraj Singh Kutch Visit: કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કચ્છની મુલાકાત દરમિયાન સ્થાનિક હસ્તકલા અને હેન્ડલૂમ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે આગામી પાંચ વર્ષમાં કચ્છની પરંપરાગત હસ્તકલાને એક લાખ ઘરો સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક વ્યક્ત કર્યો હતો. સાથે જ હસ્તકલા ક્ષેત્રના માધ્યમથી મહિલાઓ અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

સ્મૃતિવન મ્યુઝિયમની મુલાકાત લીધી

કચ્છ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ સૌપ્રથમ ભુજ સ્થિત સ્મૃતિવન મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે 2001ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્મૃતિવનની વિવિધ ગેલેરીઓનું નિરીક્ષણ કરવાની સાથે ભૂકંપ સિમ્યુલેટરનો પણ અનુભવ લીધો હતો. ત્યારબાદ તેમણે અજરખપુરની મુલાકાત લઈ પરંપરાગત અજરખ હસ્તકલાના કારીગરો સાથે મુલાકાત કરી હતી. કારીગરોની કળા, મહેનત અને પરંપરાગત કારીગરી જોઈને કેન્દ્રીય મંત્રી પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત ભુજોડી ખાતે હેન્ડલૂમ કારીગરો અને તેમના પરિવારો સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો.

નવી ટેક્નોલોજી અને આધુનિક ડિઝાઈનના સમન્વય પર ભાર મૂકવામાં આવ્યો

અજરખપુર ખાતે યોજાયેલા 'શિલ્પ સંવાદ' કાર્યક્રમમાં કારીગરો, ડિઝાઈનરો અને ઉદ્યોગકારો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન કચ્છની પરંપરાગત હસ્તકલાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા માટે નવી ટેક્નોલોજી અને આધુનિક ડિઝાઈનના સમન્વય પર ભાર મૂકવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કચ્છની હસ્તકલાને આગામી પાંચ વર્ષમાં એક લાખ ઘરો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માટે કારીગરોને જરૂરી તાલીમ, સંસાધનો, માર્કેટિંગ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ખાસ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હસ્તકલા ક્ષેત્રને મજબૂત બનાવવાથી મહિલાઓ અને યુવાનો માટે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે. કચ્છની પરંપરાગત કળાને આધુનિક બજાર સાથે જોડીને દેશ-વિદેશમાં નવી ઓળખ અપાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad News: U19માં પાકિસ્તાન સામે ભારતની જીતથી ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ, ખોખરામાં ફટાકડા ફોડીને કરાઈ ભવ્ય ઉજવણી