Nakhatrana ના ઉઠંગડી ગામે બે જૂથ વચ્ચે મારામારી, 2 લોકો ઈજાગ્રસ્ત



Nakhatrana Uthangadi Fight
Nakhatrana ના ઉઠંગડી ગામે બે જૂથ વચ્ચે મારામારી, 2 લોકો ઈજાગ્રસ્ત



Nakhatrana Uthangadi Fight
Nakhatrana Uthangadi Fight: કચ્છના નખત્રાણા તાલુકાના ઉઠંગડી ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. મારામારીની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્લોટમાં ચાલવા બાબતે થયો વિવાદ
મળતી માહિતી મુજબ, ફરિયાદીના માલિકીના પ્લોટમાં ચાલવા જેવી બાબતને લઈને બંને જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને જૂથ વચ્ચે મારામારી થતી હોવાનું જોવા મળી રહ્યું છે.
નરા પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો
ઘટના અંગે નરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મારામારી પાછળનું ચોક્કસ કારણ, ઘટનામાં સામેલ અન્ય લોકો તેમજ સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





