Kutch News: નખત્રાણામાં ગેરકાયદે ખનિજ વહનનો પર્દાફાશ! LCBએ 82.2 ટન બેન્ટોનાઈટ ભરેલા બે હાઈવા ટ્રેલર ઝડપ્યા

Kutch News: નખત્રાણા વિસ્તારમાં LCBની ટીમે બેન્ટોનાઈટ ખનિજ ભરીને લઈ જતાં બે હાઈવા ટ્રેલર ઝડપી પાડ્યા, બંને વાહનોમાંથી કુલ 82.2 ટન બેન્ટોનાઈટ ખનિજ મળી આવતા ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
Kunjan Shukal
Kunjan Shukal
Kutch NewsKutch News

Kutch News

Kutch News: કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનિજ વહન સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નખત્રાણા વિસ્તારમાં LCBની ટીમે બેન્ટોનાઈટ ખનિજ ભરીને લઈ જતાં બે હાઈવા ટ્રેલર ઝડપી પાડ્યા હતા. બંને વાહનોમાંથી કુલ 82.2 ટન બેન્ટોનાઈટ ખનિજ મળી આવતા ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

82.2 ટન બેન્ટોનાઈટ ખનિજ મળી આવ્યું

મળતી માહિતી મુજબ, નખત્રાણા વિસ્તારમાં ગેરકાયદે ખનિજ પરિવહન થતું હોવાની શંકાના આધારે LCBની ટીમે તપાસ અને વોચ ગોઠવી હતી. આ દરમિયાન બેન્ટોનાઈટ ખનિજ ભરીને પસાર થઈ રહેલા બે હાઈવા ટ્રેલરને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. વાહનોની તપાસ દરમિયાન બંને હાઈવા ટ્રેલરમાંથી કુલ 82.2 ટન બેન્ટોનાઈટ ખનિજ મળી આવ્યું હતું. પોલીસે વાહનચાલકો પાસે ખનિજના પરિવહન અને તેની કાયદેસરતા અંગે જરૂરી દસ્તાવેજો તથા પુરાવા માગ્યા હતા. જોકે, વાહનચાલકો જરૂરી પુરાવા રજૂ કરી શક્યા નહોતા. જેથી LCBની ટીમે બંને વાહનો કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ખાણ-ખનિજ વિભાગને સમગ્ર મામલે જાણ કરવામાં આવી

આ મામલે બંને વાહનચાલકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ સહિત વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ખનિજના સ્ત્રોત, પરિવહનની પરવાનગી અને આ સમગ્ર વ્યવહારમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા ખાણ-ખનિજ વિભાગને સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે. ખાણ-ખનિજ વિભાગની મદદથી ખનિજના જથ્થા અને જરૂરી પરવાનગીઓ અંગે ચકાસણી કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ખનિજ સંપત્તિના ગેરકાયદે વહન અને ખનનને અટકાવવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Junagadh Accident: કેશોદમાં 108 એમ્બ્યુલન્સનો અકસ્માત! શ્વાન આડું ઉતરતાં ચાલકે ગુમાવ્યો કાબૂ, પાયલટ અને ડોક્ટર ઈજાગ્રસ્ત