Kutch Accident News: કચ્છના હાજીપીર રોડ પર ગમખ્વાર અકસ્માત, ડમ્પરની અડફેટે એક્ટિવા સવાર બે શિક્ષિકાનાં મોત

Kutch Accident News: હાજીપીર રોડ પર ઢોરો ગામ નજીક ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રેતી-ખનીજ ભરેલા ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતાં બંને શિક્ષિકાઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
Nisha Parmar
Nisha Parmar
Kutch Hajipir Road dumper accident two teachers death અકસ્માતKutch Hajipir Road dumper accident two teachers death અકસ્માત

Kutch Hajipir Road dumper accident two teachers death અકસ્માત

Kutch Accident News: હાજીપીર રોડ પર ઢોરો ગામ નજીક ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રેતી-ખનીજ ભરેલા ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતાં બંને શિક્ષિકાઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. થોડા દિવસ પહેલાં પણ આ જ રોડ પર ડમ્પર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. વારંવાર સર્જાતા અકસ્માતોને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ડમ્પરની અડફેટે એક્ટિવા આવી

હાજીપીર રોડ પર ઢોરો ગામ નજીક રેતી-ખનીજ ભરેલા ડમ્પરે એક્ટિવાને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા પર સવાર બંને શિક્ષિકાઓને જીવ ગુમાવવો પડ્યો હતો. બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

બંને શિક્ષિકાઓનાં ઘટનાસ્થળે મોત

અકસ્મતમાં એક્ટિવા પર સવાર બંને શિક્ષિકાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને તેમનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

થોડા દિવસ પહેલાં પણ ત્રણનાં મોત થયાં હતાં

હાજીપીર રોડ પર થોડા દિવસ અગાઉ પણ ડમ્પર સાથે સંકળાયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. અગાઉની ઘટનાની યાદ હજુ તાજી છે ત્યાં ફરી એકવાર ડમ્પરના કારણે જીવલેણ અકસ્માત સર્જાતાં માર્ગ પરની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.

બેફામ ડમ્પરચાલકો સામે ગ્રામજનોમાં રોષ

રસ્તા પર બેફામ દોડતા ડમ્પરોને કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે ડમ્પરોની અવરજવર પર નિયંત્રણ લાવવું જરૂરી છે.

ડમ્પરચાલકો સામે કડક કાર્યવાહીની માંગ

વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ ડમ્પરચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખાસ કરીને રેતી અને ખનીજ ભરેલા ડમ્પરોની ઝડપ તથા અવરજવર પર નિયંત્રણ લાવવા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Vandana Museum: એકતાનગરને મળશે વધુ એક ભેટ, રૂ. 900 કરોડના ખર્ચે બનશે 'ગુજરાત વંદના મ્યુઝિયમ'