ફોટો ગેલેરી

Gujarat Vandana Museum: એકતાનગરને મળશે વધુ એક ભેટ, રૂ. 900 કરોડના ખર્ચે બનશે 'ગુજરાત વંદના મ્યુઝિયમ'

Gujarat Vandana Museum: ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિકાસયાત્રાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે એકતાનગર ખાતે ₹900 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘ગુજરાત વંદના મ્યુઝિયમ’ બનાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ તૈયાર થનારા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ગુજરાતની શૌર્યગાથા, સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતીઓનું યોગદાન, મહાગુ ગુજરાત ચળવળ અને રાજ્યની વિકાસયાત્રાને આધુનિક ટેક્નોલોજી દ્વારા રજૂ કરવામાં આવશે.
Nisha Parmar
Nisha Parmar
1 / 7
Gallery Image 1

એકતાનગર ખાતે બનનારું ‘ગુજરાત વંદના મ્યુઝિયમ’ રાજ્યના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને નવી ઓળખ આપશે. આ પ્રોજેક્ટનો હેતુ ગુજરાતના નાગરિકોમાં પોતાના ઇતિહાસ અને વારસા પ્રત્યે ગર્વની લાગણી જગાવવાનો છે. સાથે જ દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓને ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને વિકાસયાત્રાથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

2 / 7
Gallery Image 2

આ ગેલેરીઓમાં ગુજરાતના ઇતિહાસ, કલા, સંસ્કૃતિ, પરંપરા અને ભવિષ્યની વિકાસલક્ષી સંભાવનાઓને અલગ-અલગ રીતે રજૂ કરવામાં આવશે.

3 / 7
Gallery Image 3

મ્યુઝિયમમાં ગુજરાતની ઐતિહાસિક શૌર્યગાથાઓને વિશેષ સ્થાન આપવામાં આવશે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ગુજરાતીઓએ આપેલા યોગદાન અને મહાગુ ગુજરાત ચળવળના ઇતિહાસને પણ ગેલેરીઓના માધ્યમથી રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતની સ્વતંત્ર ઓળખ અને રાજ્યના ઐતિહાસિક વિકાસને પણ મુલાકાતીઓ સમક્ષ જીવંત કરવામાં આવશે.

4 / 7
Gallery Image 4

‘ગુજરાત વંદના મ્યુઝિયમ’ની વિશેષતા તેમાં ઉપયોગમાં લેવાતી આધુનિક ટેક્નોલોજી હશે. મુલાકાતીઓને ઇતિહાસનો વાસ્તવિક અનુભવ કરાવવા હોલોગ્રાફિક પ્રસ્તુતિઓ, અત્યાધુનિક ઉપકરણો, મોબાઇલ એપ્લિકેશન્સ અને સ્માર્ટફોન સાથે સંકલિત ઇન્ટરએક્ટિવ પ્રોજેક્શનનો ઉપયોગ કરવામાં આવશે. તેના કારણે મુલાકાતીઓ માત્ર પ્રદર્શનો જોશે નહીં, પરંતુ તેમાં સક્રિય રીતે જોડાઈને માહિતી મેળવી શકશે.

5 / 7
Gallery Image 5

મ્યુઝિયમમાં ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) આધારિત અનુભવો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ટેક્નોલોજીની મદદથી મુલાકાતીઓ ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વધુ નજીકથી અનુભવી શકશે. ખાસ કરીને યુવા પેઢી અને બાળકો માટે આ અનુભવ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.

6 / 7
Gallery Image 6

મ્યુઝિયમમાં માત્ર ઐતિહાસિક પ્રદર્શનો જ નહીં, પરંતુ પ્રવાસીઓની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવશે. અહીં એર-કન્ડિશન્ડ કેફેટેરિયા, ખુલ્લી જગ્યા, શાંતિથી બેસીને વિચાર-મંથન કરી શકાય તેવી બેઠક વ્યવસ્થા અને ક્લોકરૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.

7 / 7
Gallery Image 7

‘ગુજરાત વંદના મ્યુઝિયમ’ના નિર્માણથી એકતાનગરના પ્રવાસન આકર્ષણોમાં વધુ એક મહત્ત્વપૂર્ણ ઉમેરો થશે. ગુજરાતના ઇતિહાસ, સંસ્કૃતિ અને વિકાસને એક જ સ્થળે આધુનિક માધ્યમો દ્વારા રજૂ કરતું આ મ્યુઝિયમ રાજ્યના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપી શકે છે.

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Nisha Parmar is a dedicated Journalist at Growth Now News, specializing in digital news writing and multimedia content creation. She manages daily news stories and visual media across the platform, focusing on clear, accurate, and timely reporting for readers every day.