Kutch Tourism: દિવાળી વેકેશનમાં કચ્છ બન્યું પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન, પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું


Kutch Tourism
Kutch Tourism: દિવાળી વેકેશનમાં કચ્છ બન્યું પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન, પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું


Kutch Tourism
Kutch Tourism: કચ્છ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે હાલ દિવાળીના વેકેશનને લઈને કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. કચ્છના વિવિધ પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે કચ્છનો ટુરીઝમ ઉદ્યોગ પણ ધમધમતો થયો છે.
મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે
'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' ગુજરાત ટુરીઝમની આ જાહેરાતે પ્રવાસીઓમાં ભારે આકર્ષણ ઊભું કર્યું છે. ત્યારે દિવાળીના તહેવાર સાથે જ કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. કચ્છના વિવિધ પર્યટન સ્થળો પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. પરિણામે કચ્છનો ટુરીઝમ ઉદ્યોગ ફરી વાર ધમધમતો થયો છે. દિવાળીના વેકેશનમાં કચ્છ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. ભુજ સહિત કચ્છના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો અને રિસોર્ટ હાઉસફુલ જોવા મળી રહ્યા છે.
માંડવી બીચ અને ધોળાવીરા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
ભુજના આયના મહેલ, પ્રાગ મહેલ, સ્વામિનારાયણ મંદિર અને કચ્છ મ્યુઝિયમ સહિતના સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. કચ્છનું સફેદ રણ, કાળો ડુંગર, માંડવી બીચ અને ધોળાવીરા પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દિવાળીના વેકેશનમાં કચ્છની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પણ કચ્છની સુંદરતાના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા'
આ પણ વાંચો: Gir Somnath: રાખેજ ગામે શેરડીના ખેતરમાં ભીષણ આગ, 6 વીઘાનો પાક બળીને ખાખ




