Kutch News: ગાંધીધામમાં હેરોઈન સાથે એક શખ્સ ઝડપાયો, રૂપિયા 1.87 લાખનો મુદ્દામાલ જપ્ત


ગાંધીધામમાં હેરોઈન સાથે એક શખ્સ ઝડપાયો
Kutch News: ગાંધીધામમાં હેરોઈન સાથે એક શખ્સ ઝડપાયો, રૂપિયા 1.87 લાખનો મુદ્દામાલ જપ્ત


ગાંધીધામમાં હેરોઈન સાથે એક શખ્સ ઝડપાયો
Kutch News: કચ્છના ગાંધીધામમાં એ ડિવિઝન પોલીસે નશાના કારોબાર સામે કાર્યવાહી કરતા હેરોઈનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા મીઠી રોહર સીમમાં આવેલા રાધે કોમ્પ્લેક્સ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન હેરોઈન, મોબાઈલ ફોન અને ડિજિટલ કાંટા સહિત કુલ રૂપિયા 1.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મોબાઈલ ફોન અને ડિજિટલ કાંટા પણ મળી આવ્યા
પોલીસની વિગતો અનુસાર, ગાંધીધામ એ ડિવિઝન પોલીસને નશીલા પદાર્થના વેચાણ અને સંગ્રહ અંગે માહિતી મળતાં મીઠી રોહર સીમ વિસ્તારમાં આવેલા રાધે કોમ્પ્લેક્સ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસને 8.87 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે રૂપિયા 1.77 લાખ હોવાનું જણાવાયું છે. આ મામલે પોલીસે રાજેશ જાગેરામ ચૌધરી નામના 37 વર્ષીય શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી હેરોઈન ઉપરાંત મોબાઈલ ફોન અને ડિજિટલ કાંટા પણ મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો
આરોપી સામે નશીલા પદાર્થો સંબંધિત NDPS એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી હેરોઈનનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો, કોને વેચવાનો હતો અને આ નશાના કારોબારમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગાંધીધામમાં થયેલી આ કાર્યવાહીથી નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.




