Get News Alerts

Never miss breaking news updates.

Kutch : SOGની મોટી કાર્યવાહી, મોટા કાંડાગરા ગામેથી 31 કિલો ગાંજા સાથે 2 આરોપીઓને ઝડપ્યા

Kutch : કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરતાં પશ્ચિમ કચ્છ SOGની ટીમે મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામમાંથી 31.080 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે.
Kunjan ShuklaUpdated on: 11 Oct 2026 06:25 PM IST
Kutch : SOGની મોટી કાર્યવાહી, મોટા કાંડાગરા ગામેથી 31 કિલો ગાંજા સાથે 2 આરોપીઓને ઝડપ્યાKutch : SOGની મોટી કાર્યવાહી, મોટા કાંડાગરા ગામેથી 31 કિલો ગાંજા સાથે 2 આરોપીઓને ઝડપ્યા

Kutch

Kutch : કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરતાં પશ્ચિમ કચ્છ SOGની ટીમે મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામમાંથી 31.080 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. બાવાજીવાળી લેબર કોલોનીમાં આવેલી એક ઓરડીમાંથી અંદાજે ₹15.54 લાખની કિંમતનો ગાંજો મળી આવતાં પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, પશ્ચિમ કચ્છ SOGની ટીમે બાતમીના આધારે મોટા કાંડાગરા ગામની બાવાજીવાળી લેબર કોલોનીમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એક ઓરડીમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ 31.080 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો હતો, જેની અંદાજિત કિંમત ₹15.54 લાખ હોવાનું જાણવા મળ્યું છે.

બંને આરોપીઓ મૂળ બિહારના વતની

આ કાર્યવાહી દરમિયાન પોલીસે વિવેકકુમાર ચૌહાણ અને સચિનકુમાર ચૌધરી નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક વિગતો અનુસાર, બંને આરોપીઓ મૂળ બિહારના વતની છે. જોકે, તેઓ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા તે સહિતની વિગતો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત મોબાઈલ ફોન સહિત અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ગાંજા અને અન્ય મુદ્દામાલની કુલ કિંમત ₹15.59 લાખ આંકવામાં આવી છે.

ગેરકાયદે નેટવર્ક અંગે અનેક સવાલો ઊભા થયા

મુન્દ્રા જેવા ઔદ્યોગિક અને બંદર વિસ્તાર ધરાવતા વિસ્તારમાંથી આટલી મોટી માત્રામાં ગાંજો મળી આવતાં નશીલા પદાર્થોના ગેરકાયદે નેટવર્ક અંગે અનેક સવાલો ઊભા થયા છે. જોકે, આ જથ્થા પાછળ કોઈ મોટું નેટવર્ક સક્રિય છે કે નહીં તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ પશ્ચિમ કચ્છ SOG દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગાંજાના જથ્થાના સ્ત્રોત અને તેના સંભવિત ખરીદદારો અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Bharuch : વાંટા મિશ્ર શાળામાં બાળકો પાસે સફાઈ કરાવવાના આક્ષેપથી વિવાદ, વાલીઓની આંદોલનની ચીમકી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.