Kutch Desi Daru : ગાંધીધામમાં દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા, ₹3.56 લાખનો મુદ્દામાલ જપ્ત

Kutch Desi Daru : કચ્છના ગાંધીધામ વિસ્તારમાં પોલીસ દ્વારા દેશી દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરવામાં આવી છે.
Vivek Shah
Vivek Shah
Kutch Desi Daru ગાંધીધામમાં દેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયાKutch Desi Daru ગાંધીધામમાં દેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયા

Kutch Desi Daru ગાંધીધામમાં દેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયા

Kutch Desi Daru : કિડાણા ચાર રસ્તાથી KASEZ ઝોન તરફ જતા માર્ગ પર પોલીસે દરોડો પાડી બોલેરો કારમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બે શખ્સોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, ગાંધીધામ બી ડિવિઝન પોલીસને દારૂની હેરાફેરી અંગે માહિતી મળતાં પોલીસ ટીમે કિડાણા ચાર રસ્તાથી KASEZ ઝોન તરફ જતા માર્ગ પર તપાસ અને દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન શંકાસ્પદ બોલેરો કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી.

બાતમીના આધારે પોલીસે પાડયા દરોડા

કારની તપાસ દરમિયાન અંદરથી 280 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે બોલેરો કાર પણ જપ્ત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન દિનેશ ગઢવી અને સુરેશ કોલી નામના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે દારૂ અને બોલેરો કાર સહિત કુલ ₹3.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓ સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

દારૂનો જથ્થો કયાંથી લવાયો તેની તપાસ શરૂ

દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તેમજ આ હેરાફેરી પાછળ અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છ જિલ્લામાં દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગાંધીધામમાં થયેલી આ કાર્યવાહી પણ દારૂના ગેરકાયદેસર પરિવહન સામે પોલીસની તપાસ અને કામગીરીનો ભાગ છે. પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ બાદ દારૂના નેટવર્ક અને હેરાફેરીના અન્ય સંભવિત કડીઓ અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

આ પણ વાંચો : Sunday on Cycle : સન્ડે ઓન સાયકલના 99મા સંસ્કરણમાં ગાંધીનગરથી ફિટનેસનો સંદેશ, મંત્રીઓએ કરી સાયકલ સવારી