Kutch Palm Oil Seizure: ભચાઉ-સામખીયારી હાઈવે પરથી શંકાસ્પદ પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, 1.17 લાખનો મુદ્દામાલ કબજે

Kutch Palm Oil Seizure: પૂર્વ કચ્છ LCBની ટીમે ભચાઉ-સામખીયારી હાઈવે પર કાર્યવાહી કરીને બિલ કે અન્ય આધાર પુરાવા વગર રાખવામાં આવેલો 780 કિલોગ્રામ પામ ઓઈલનો જથ્થો કબજે કર્યો છે.
Kunjan Shukal
Kunjan Shukal
Kutch Palm Oil Seizure NewsKutch Palm Oil Seizure News

Kutch Palm Oil Seizure News

Kutch Palm Oil Seizure: કચ્છના ભચાઉમાં શંકાસ્પદ પામ ઓઈલનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી છે. પૂર્વ કચ્છ LCBની ટીમે ભચાઉ-સામખીયારી હાઈવે પર કાર્યવાહી કરીને બિલ કે અન્ય આધાર પુરાવા વગર રાખવામાં આવેલો 780 કિલોગ્રામ પામ ઓઈલનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે આ મામલે એક શખ્સની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

બંધ ઓરડીમાંથી પામ ઓઈલના કુલ 52 ડબ્બા મળી આવ્યા

મળતી માહિતી મુજબ, ભચાઉ-સામખીયારી હાઈવે પર આવેલી ચામુંડા હોટલ નજીક પાર્કિંગની એક બંધ ઓરડીમાં શંકાસ્પદ પામ ઓઈલનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતીના આધારે પૂર્વ કચ્છ LCBની ટીમે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન બંધ ઓરડીમાંથી પામ ઓઈલના કુલ 52 ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે આ જથ્થા અંગે જરૂરી બિલ અને અન્ય આધાર પુરાવા માગ્યા હતા, પરંતુ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા ન હતા. જેથી પોલીસે શંકાસ્પદ જથ્થો કબજે કરવાની કાર્યવાહી કરી હતી.

780 કિલો પામ ઓઈલ મળ્યું

પોલીસે કબજે કરેલા 52 ડબ્બામાં કુલ 780 કિલોગ્રામ પામ ઓઈલ હોવાનું સામે આવ્યું છે. આ જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા 1.17 લાખ આંકવામાં આવી છે. આમ, પૂર્વ કચ્છ LCBની ટીમે સમગ્ર જથ્થો કબજે કરી એક શખ્સની અટકાયત કરી છે.

પામ ઓઈલ ક્યાંથી આવ્યું તેની તપાસ

હાલ પોલીસ દ્વારા આ પામ ઓઈલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોનો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. બિલ કે આધાર પુરાવા વગર આટલો મોટો જથ્થો બંધ ઓરડીમાં રાખવામાં આવ્યો હોવાને પગલે પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પૂર્વ કચ્છ LCBની આ કાર્યવાહીથી ભચાઉ વિસ્તારમાં ચર્ચા જાગી છે. તપાસમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Junagadh SOG Raid: SOG પોલીસની મોટી કાર્યવાહી, કારમાંથી 29.634 કિલો ગાંજો ઝડપાયો, 6 લોકો સામે નોંધાયો ગુનો