Diljit Dosanjh: કચ્છના ગ્રીન એનર્જી પાર્કની મુલાકાતે દિલજીત દોસાંજ, સિંગરે 'ગ્રીન વોરિયર્સ'ની કામગીરીની કરી પ્રશંસા


Diljit Dosanjh: કચ્છના ગ્રીન એનર્જી પાર્કની મુલાકાતે દિલજીત દોસાંજ
Diljit Dosanjh: કચ્છના ગ્રીન એનર્જી પાર્કની મુલાકાતે દિલજીત દોસાંજ, સિંગરે 'ગ્રીન વોરિયર્સ'ની કામગીરીની કરી પ્રશંસા


Diljit Dosanjh: કચ્છના ગ્રીન એનર્જી પાર્કની મુલાકાતે દિલજીત દોસાંજ
Diljit Dosanjh: પંજાબી ગાયક અને વૈશ્વિક મ્યુઝિક આઈકોન દિલજીત દોસાંજ ગુજરાતની કોન્સર્ટ ટૂર દરમિયાન કચ્છના ખાવડા ખાતે આવેલા અદાણી ગ્રૂપના વિશાળ ગ્રીન એનર્જી પ્રોજેક્ટની મુલાકાતે પહોંચ્યા હતા. વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટની ભવ્યતા જોઈને દિલજીત ખૂબ પ્રભાવિત થયો હતો. પ્રોજેક્ટનો વિશાળ વિસ્તાર નિહાળ્યા બાદ તેને ઉત્સાહ સાથે 'બહુ સરસ' (Bohot Vadhiya) કહીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
દિલજીતે 'ગ્રીન વોરિયર્સ'ની કામગીરીની કરી પ્રશંસા
ખાવડાનો આ પ્રોજેક્ટ માનવ વસવાટથી લગભગ 70થી 100 કિલોમીટર દૂર આવેલા દુર્ગમ રણ વિસ્તારમાં વિકસાવવામાં આવી રહ્યો છે. અહીં કામ કરી રહેલા એન્જિનિયરો સાથે દિલજીતે વાતચીત કરી હતી અને પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન આવતા એન્જિનિયરિંગ તથા લોજિસ્ટિક્સ સંબંધિત પડકારો વિશે જાણકારી મેળવી હતી. તેમણે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કામ કરતા અદાણીના 'ગ્રીન વોરિયર્સ'ની કામગીરીની પ્રશંસા પણ કરી હતી.
દિલજીતે સાઈટના વ્યુઈંગ ટાવર પરથી દૂર સુધી ફેલાયેલી સોલાર પેનલ્સ અને વિન્ડ ટર્બાઈન્સ નિહાળી હતી. આ ઉપરાંત સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં ડિજિટલ મોનિટરિંગ વ્યવસ્થા જોઈ હતી અને સ્થળ પર વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન અદાણીની ટીમે તેમને કચ્છની પરંપરાગત રોગન આર્ટ અને અજરખ પ્રિન્ટનો સ્કાર્ફ ભેટમાં આપ્યો હતો.

પેરિસ કરતાં 5 ગણો મોટો ગ્રીન એનર્જી પ્રોજેક્ટ
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) દ્વારા વિકસાવવામાં આવી રહેલો ખાવડા પ્રોજેક્ટ પેરિસ કરતાં પાંચ ગણો મોટો હોવાનું જણાવાયું છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેને અવકાશમાંથી પણ જોઈ શકાશે. અહીં 15 હજારથી વધુ લોકોની ટીમ કાર્યરત છે. પ્રોજેક્ટે અત્યાર સુધીમાં 11 GWથી વધુ ઓપરેશનલ ક્ષમતા હાંસલ કરી છે. સંપૂર્ણ રીતે વિકસિત થયા બાદ અહીં 26 GW સોલાર અને 4 GW વિન્ડ એનર્જીનું ઉત્પાદન થશે.
વિશ્વની સૌથી મોટી બેટરી સ્ટોરેજ સિસ્ટમ પણ કાર્યરત
આ પ્રોજેક્ટમાં હાલમાં 6.63 GWh ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી સિંગલ-લોકેશન ઓપરેશનલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) કાર્યરત છે. આ સિસ્ટમ ભારતની કુલ ઓપરેશનલ બેટરી સ્ટોરેજ ક્ષમતામાં 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. કંપનીની યોજના ભવિષ્યમાં આ સ્ટોરેજ ક્ષમતાને વધારીને 50 GWh સુધી પહોંચાડવાની છે.
અદાણી ગ્રૂપના આગામી પાંચ વર્ષમાં ભારતના ઊર્જા સંક્રમણ માટે આશરે 100 અબજ અમેરિકન ડોલરના રોકાણના સંકલ્પમાં આ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સંપૂર્ણ કાર્યરત થયા બાદ આ ગ્રીન એનર્જી પાર્ક વાર્ષિક 1.7 કરોડથી વધુ ઘરોને વીજળી પૂરી પાડી શકશે. કંપનીની યોજના મુજબ, વર્ષ 2029 સુધીમાં ખાવડા પ્લાન્ટ તમામ પરંપરાગત અને બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોમાં વિશ્વનો સૌથી મોટો પાવર પ્લાન્ટ બનવાનો લક્ષ્યાંક ધરાવે છે.




