Mundra Port અને SEZ ખાતે APSEZ દ્વારા નવું ડેડિકેટેડ એમ્પ્ટી કન્ટેનર યાર્ડ શરૂ કરાશે



Mundra Port
Mundra Port અને SEZ ખાતે APSEZ દ્વારા નવું ડેડિકેટેડ એમ્પ્ટી કન્ટેનર યાર્ડ શરૂ કરાશે



Mundra Port
Mundra Port : નાણા વર્ષ 2026 સુધીમાં ભારતના કન્ટેનર બજારનો 45.05% હિસ્સો ધરાવતી ભારતની સૌથી વિરાટ સંકલિત પરિવહન કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ)માં દેશના કન્ટેનર વેપારના લગભગ ૩૫% હિસ્સાનું સંચાલન કરી ભારતનું સૌથી મોટું કન્ટેનર-હેન્ડલિંગ બંદર બની રહ્યું છે.
કન્ટેનર હેન્ડલિંગમાં મુન્દ્રા બનશે વધુ મજબૂત
2031 ના તેના મહત્વાકાંક્ષી રોડમેપના ભાગ રૂપે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. તેના નેટવર્કની ક્ષમતાના વિસ્તરણ માટે ઉત્તરોત્તર નોંધપાત્ર રોકાણ કરી રહ્યું છે, આ વૃદ્ધિમાં મુન્દ્રા શિરમોર સ્થાને છે. આગામી પાંચ વર્ષમાં કંપનીનો ઇરાદો 6 મિલિયન TEUs થી વધુ કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતા ઉમેરવાનો છે.
આ મકસદની પરીપૂર્તિને મજબૂત આધાર આપવાના ભાગરુપે APSEZ મુન્દ્રામાં એક સમર્પિત ખાલી કન્ટેનર યાર્ડ શરૂ કરી રહ્યું છે જેમાં સંકલિત વેરહાઉસિંગ ખાલી કન્ટેનરની લાઇફ સાયકલમાં નિકાસકારો અને કન્ટેનર ફ્રેટ સ્ટેશન (CFS) ને સંગ્રહ, જાળવણી, નિરીક્ષણ તેમજ હેરફેરની એન્ડ-ટુ-એન્ડ અવિરત સેવાઓ પૂરી પાડવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે.
વધુ વધારાની ક્ષમતા તરફ APSEZનું મોટું આયોજન
કંપનીના પૂર્ણકાલિન ડિરેક્ટર અને સી.ઇ.ઓ શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું. કે APSEZ અને અથવા CFS અને શિપિંગ લાઇન્સ સહિતના હિસ્સેદારો દ્વારા સંચાલિત મુન્દ્રામાં સમર્પિત ખાલી કન્ટેનર યાર્ડ ટર્નએરાઉન્ડ સમયને ઝડપથી સક્ષમ કરી કન્ટેનરની બિનજરૂરી હેરફેર ઘટાડી લોજિસ્ટિક્સ ખર્ચ મહત્તમ ઓછો થાય તે રીતે કન્ટેનર ઇકોસિસ્ટમમાં કાર્યક્ષમતા વધારશે. તેમણે ઉમેર્યું હતું કે ભારતના વેપાર માળખાને સક્ષમ અને મજબૂત બનાવી વિકસિત ભારતના વિઝનને ટેકો આપવા માટે APSEZ પ્રતિબદ્ધ છે.
APSEZની આ પહેલ કાર્યક્ષમ અને ટેકનોલોજીથી સજ્જ મજબૂત લોજિસ્ટિક્સ સિસ્ટમ્સ વિકસાવવા અને વ્યવસાય કરવાની સરળતામાં સુધારો લાવવાના સરકારના લક્ષ્ય સાથે સુસંગત છે. મુન્દ્રા પોર્ટ અને SEZમાં ખાલી કન્ટેનરના કામકાજ સંબંધી સેવાઓ શરું થવાથી કસ્ટમ્સ સત્તાવાળાઓ, શિપિંગ લાઇન્સ, ટર્મિનલ ઓપરેટરો અને ટ્રાન્સપોર્ટર્સ વચ્ચેના સંકલનને પણ સુદ્રઢ અને સંગીન બનાવશે.
આ પણ વાંચો : Shrinagar Airport પર ઈન્ડિગોનું વિમાન થાંભલા સાથે અથડાયું, તમામ મુસાફરો સુરક્ષિત

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



