Longest Wind Turbine Blade: કચ્છના મુન્દ્રામાં ભારતની સૌથી લાંબી 91.2 મીટરની વિન્ડ ટર્બાઈન બ્લેડનું ઉત્પાદન શરૂ, વિન્ડ એનર્જી ક્ષેત્રે મોટી સિદ્ધિ

Longest Wind Turbine Blade: ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા મુન્દ્રામાં ભારતના વિન્ડ એનર્જી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે.
Kunjan Shukal
Kunjan Shukal
Longest Wind Turbine Blade In MundraLongest Wind Turbine Blade In Mundra

Longest Wind Turbine Blade In Mundra

Longest Wind Turbine Blade: ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા મુન્દ્રામાં ભારતના વિન્ડ એનર્જી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. અદાણી વિન્ડ દ્વારા મુન્દ્રા પ્લાન્ટમાં 91.2 મીટર લાંબી વિન્ડ ટર્બાઈન બ્લેડનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે ભારતમાં સૌથી લાંબી વિન્ડ ટર્બાઈન બ્લેડના ઉત્પાદનની સિદ્ધિ મુંદ્રાના નામે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, અદાણી વિન્ડના મુન્દ્રા પ્લાન્ટમાં 5 મેગાવોટ ક્ષમતાવાળા MWL185-5.0 પ્લેટફોર્મને પ્રમાણપત્ર મળ્યા બાદ આ બ્લેડનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ ટેક્નોલોજી વિન્ડ એનર્જી ક્ષેત્રે ભારતની ઉત્પાદન ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

185 મીટરનો રોટર વ્યાસ, 140 મીટરની હબ ઊંચાઈ

આ નવી વિન્ડ ટર્બાઈનમાં 185 મીટરનો રોટર વ્યાસ અને 140 મીટરની હબ ઊંચાઈ છે. ખાસ વાત એ છે કે આ ટર્બાઈનનો રોટર આશરે 26,600 ચોરસ મીટર વિસ્તારને આવરી લેશે. આટલા મોટા વિસ્તારને આવરી લેવાની ક્ષમતાને કારણે પવનની ઊર્જાનો વધુ અસરકારક ઉપયોગ કરી શકાશે.

આ ટેક્નોલોજી ખાસ કરીને ઓછી અને મધ્યમ પવનની ગતિ ધરાવતા વિસ્તારોમાં વીજળીનું ઉત્પાદન વધારવામાં મદદરૂપ બનશે. જેના કારણે દેશના વધુ વિસ્તારોમાં પવન ઊર્જાનો ઉપયોગ કરવાની શક્યતાઓ વધશે.

મુન્દ્રા બન્યું વિન્ડ ટર્બાઈન ઉત્પાદનનું મહત્વપૂર્ણ કેન્દ્ર

મુન્દ્રા પ્લાન્ટમાં હવે 78.6 મીટર, 80.5 મીટર અને 91.2 મીટર લાંબી વિન્ડ ટર્બાઈન બ્લેડનું ઉત્પાદન કરવાની ક્ષમતા ઉપલબ્ધ બની છે. આ સિદ્ધિ ભારતના સ્વચ્છ ઊર્જા ઉત્પાદન અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. દેશમાં રિન્યુએબલ એનર્જીની વધતી જરૂરિયાત વચ્ચે મુન્દ્રામાં શરૂ થયેલું આ ઉત્પાદન વિન્ડ એનર્જી ક્ષેત્રને નવી દિશા આપી શકે છે.

આ પણ વાંચો: Kutch Palm Oil Seizure: ભચાઉ-સામખીયારી હાઈવે પરથી શંકાસ્પદ પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, 1.17 લાખનો મુદ્દામાલ કબજે