Get News Alerts

Never miss breaking news updates.

Kheda : કઠલાલના કઠાણા ગામમાં કરંટ લાગતા બે લોકોના કરુણ મોત, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

Kheda : ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કઠાણા ગામમાં વીજ કરંટ લાગવાની ગોઝારી ઘટના સામે આવી છે. ખેતરમાં પાણીની કુંડી સાફ કરતી વખતે વીજ કરંટ લાગતા બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ
Kunjan ShuklaUpdated on: 11 Oct 2026 05:14 PM IST
Kheda : કઠલાલના કઠાણા ગામમાં કરંટ લાગતા બે લોકોના કરુણ મોત, એક વ્યક્તિ ઈજાગ્રસ્તKheda : કઠલાલના કઠાણા ગામમાં કરંટ લાગતા બે લોકોના કરુણ મોત, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

Kheda

Kheda : ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કઠાણા ગામમાં વીજ કરંટ લાગવાની ગોઝારી ઘટના સામે આવી છે. ખેતરમાં પાણીની કુંડી સાફ કરતી વખતે વીજ કરંટ લાગતા બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. એકસાથે બે લોકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ત્રણ વ્યક્તિઓ વીજ કરંટની ઝપેટમાં આવી ગયા

મળતી માહિતી મુજબ, કઠાણા ગામના ખેતર વિસ્તારમાં પાણીની કુંડી સાફ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન કુંડી સાફ કરવા માટે લાંબો સળિયો નાખવામાં આવ્યો હતો. જોકે, આ સળિયો ઉપરથી પસાર થતી વીજલાઈનને અડી જતાં અચાનક વીજ કરંટ પ્રસરી ગયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓ વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર વીજ કરંટ લાગતાં તેમના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે કઠલાલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

કઠલાલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં જ કઠલાલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. ખેતરમાં પાણીની કુંડી સાફ કરવાની કામગીરી દરમિયાન થયેલા આ અકસ્માતે વીજલાઈન નજીક કામ કરતી વખતે રાખવાની સાવચેતી અંગે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. લાંબા સળિયા કે અન્ય સાધનો વીજલાઈનના સંપર્કમાં આવવાથી જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે. હાલ આ સમગ્ર બનાવ અંગે કઠલાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓની ઓળખ સહિત અકસ્માતની અન્ય વિગતો તપાસના આધારે સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : Mehsana : કડીના કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ, કહ્યું 'તેમને જે કામ કર્યા, તે ગુજરાત કયારે નહીં ભૂલી શકે'

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.