Get News Alerts

Never miss breaking news updates.

Khambhatમાં LCB ટીમ પર પથ્થરમારો, પાસાના આરોપી અક્ષય લલ્લોને પકડવા ગયેલી પોલીસ પર હુમલો

Khambhat: આણંદના ખંભાતમાં કુખ્યાત આરોપીને ઝડપી પાડવા ગયેલી LCB ટીમ અને સ્થાનિક પોલીસ પર હુમલો થતાં ચકચાર મચી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 29 Sep 2026 10:12 AM IST
Khambhatમાં LCB ટીમ પર પથ્થરમારો, પાસાના આરોપી અક્ષય લલ્લોને પકડવા ગયેલી પોલીસ પર હુમલોKhambhatમાં LCB ટીમ પર પથ્થરમારો, પાસાના આરોપી અક્ષય લલ્લોને પકડવા ગયેલી પોલીસ પર હુમલો

Khambhat

Khambhat: આણંદના ખંભાતમાં કુખ્યાત આરોપીને ઝડપી પાડવા ગયેલી LCB ટીમ અને સ્થાનિક પોલીસ પર હુમલો થતાં ચકચાર મચી છે. પાસાના આરોપી અક્ષય નગીન ચુનારા ઉર્ફે લલ્લોને પકડવા ગયેલી પોલીસ ટીમ પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. હુમલા દરમિયાન LCBના જવાનો સહિત સ્થાનિક પોલીસકર્મીને ઈજા થઈ છે.

આરોપીને પકડવા ગયેલી ટીમ પર હુમલો

આણંદ LCBની ટીમ ખંભાતમાં પાસાના આરોપી અક્ષય ચુનારા ઉર્ફે લલ્લોને ઝડપી પાડવા પહોંચી હતી. દરમિયાન પોલીસ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. LCBની સાથે સ્થાનિક પોલીસકર્મીઓ પર પણ હુમલો થયાની માહિતી છે.

LCBના ત્રણ જવાનને ઈજા

પથ્થરમારાની ઘટનામાં LCBના જવાન રવિભાઈને માથાના ભાગે પથ્થર વાગતાં ઈજા થઈ છે. જ્યારે દિલીપભાઈ બારૈયાને મોઢાના ભાગે ઈજા પહોંચી છે. LCBના અન્ય જવાન તોશીફભાઈને પણ હુમલા દરમિયાન ઈજા થઈ હોવાની માહિતી છે.

સ્થાનિક પોલીસકર્મીને પણ ઈજા

હુમલામાં સ્થાનિક પોલીસના ઘનશ્યામ ભરવાડને ડાબી આંખની નીચે ઈજા થઈ છે અને તેમને ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ઘનશ્યામ ભરવાડના ડાબા હાથમાં બચકું ભર્યાની પણ માહિતી સામે આવી છે.

હુમલા બાદ આરોપી ફરાર

પોલીસ ટીમ પર હુમલો થયા બાદ આરોપી અક્ષય ચુનારા ઉર્ફે લલ્લો ફરાર થઈ ગયો હતો. અક્ષય ચુનારા ઉર્ફે લલ્લોનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ હોવાનું પોલીસની માહિતીમાં સામે આવ્યું છે. તેના વિરુદ્ધ અગાઉ રાયોટિંગ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાની માહિતી છે.

પોલીસે તપાસ તેજ કરી

ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કેટલાંક લોકોને રાઉન્ડઅપ કરી તેમની ઓળખ અને પૂછપરછની કાર્યવાહી તેજ કરી છે. પોલીસ ટીમ પર હુમલો કરનાર લોકોની ઓળખ સહિત ફરાર આરોપી અક્ષય લલ્લોને ઝડપી પાડવા માટે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Poshan Mah 2026માં ગુજરાત અગ્રેસર, 2.43 કરોડથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ નોંધાઈ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.