Get News Alerts

Never miss breaking news updates.

Poshan Mah 2026માં ગુજરાત અગ્રેસર, 2.43 કરોડથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ નોંધાઈ

Poshan Mah 2026: ગુજરાતમાં “આપણી આંગણવાડી, આપણી જવાબદારી”ની ભાવના સાથે પોષણ માહ-2026ની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 29 Sep 2026 10:05 AM IST
Poshan Mah 2026માં ગુજરાત અગ્રેસર, 2.43 કરોડથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ નોંધાઈPoshan Mah 2026માં ગુજરાત અગ્રેસર, 2.43 કરોડથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ નોંધાઈ

Poshan Mah 2026

Poshan Mah 2026: ગુજરાતમાં “આપણી આંગણવાડી, આપણી જવાબદારી”ની ભાવના સાથે પોષણ માહ-2026ની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. પોષણને જનઆંદોલન બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ સરકારી વિભાગો, આંગણવાડી કાર્યકરો, આરોગ્યકર્મીઓ, સ્વસહાય જૂથો, માતા-પિતા અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

2.43 કરોડથી વધુ પ્રવૃત્તિઓ

27 સપ્ટેમ્બર 2026 સુધીમાં ગુજરાતમાં કુલ 2.43 કરોડથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ નોંધાઈ છે. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 56.13 લાખ, જ્યારે અન્ય સંલગ્ન વિભાગો દ્વારા આશરે 1.87 કરોડ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે.

આ પાંચ જિલ્લાઓ મોખરે

જિલ્લાવાર કામગીરીમાં મહિસાગર, વલસાડ, પાટણ, આણંદ અને મહેસાણા અગ્રણી રહ્યા છે. વલસાડ જિલ્લામાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પોષણ જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

મિલેટ્સ અને પૌષ્ટિક આહાર પર ભાર

પોષણ માહ દરમિયાન મિલેટ્સ એટલે કે શ્રી અન્ન, કઠોળ, લીલા શાકભાજી, ફળો, દૂધ, બદામ અને બીજ જેવા સ્થાનિક પૌષ્ટિક ખોરાકના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. સાથે જ જંકફૂડથી થતા નુકસાન અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

પ્રથમ 1,000 દિવસ પર ખાસ ધ્યાન

બાળકના પ્રથમ 1,000 દિવસ અને શરૂઆતના છ વર્ષ દરમિયાન પોષણ, પ્રારંભિક શિક્ષણ અને સંભાળ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. બાળકોના નિયમિત વજન-ઊંચાઈ માપન અને પોષણ ટ્રેકરમાં નોંધણી દ્વારા કુપોષિત બાળકોની સમયસર ઓળખ કરવામાં આવી રહી છે.

‘પોષણ સંગમ’થી સંકલિત કામગીરી

કુપોષિત બાળકો માટે આરોગ્ય વિભાગ સાથે રેફરલ અને સારવારનું સંકલન કરવામાં આવી રહ્યું છે. સરકારનો હેતુ પોષણને માત્ર એક મહિનાની પ્રવૃત્તિ પૂરતું મર્યાદિત ન રાખીને દૈનિક જીવનશૈલી અને સામાજિક જવાબદારી બનાવવાનો છે.

આ પણ વાંચો : Suratમાં લગ્નના બીજા જ દિવસે યુવકનો આપઘાત, ઘટનાથી ચકચાર

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.