Patidar Community Initiative: કચ્છ કડવા પાટીદાર સમાજની અનોખી પહેલ, ત્રીજા સંતાનના જન્મ પર મળશે રૂપિયા 51,000ની FD

Patidar Community Initiative: સાબરકાંઠા કચ્છ કડવા પાટીદાર સમાજે ત્રીજા સંતાનના જન્મ પર બાળકના નામે રૂપિયા 51,000ની FD કરવાની જાહેરાત કરી છે.
Kunjan Shukal
Kunjan Shukal
કચ્છ કડવા પાટીદાર સમાજની અનોખી પહેલકચ્છ કડવા પાટીદાર સમાજની અનોખી પહેલ

કચ્છ કડવા પાટીદાર સમાજની અનોખી પહેલ

Patidar Community Initiative: કચ્છ કડવા પાટીદાર સમાજમાં ઘટતી વસ્તી અને દીકરા-દીકરીના જન્મદર વચ્ચેનું અસંતુલન દૂર કરવા સાબરકાંઠા ઝોન દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. હવે ઝોનમાં કોઈ દંપતીને ત્રીજા સંતાન તરીકે દીકરો કે દીકરીનો જન્મ થશે તો સમાજ દ્વારા બાળકના નામે રૂપિયા 51,000ની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરવામાં આવશે. આ ઉપરાંત ત્રીજા સંતાનના ખર્ચમાં પણ સમાજ સહયોગ આપશે.

View post on Instagram

સમૂહ લગ્નોત્સવમાં કરાઈ આ જાહેરાત

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સાબરકાંઠા ઝોન દ્વારા 22 નવેમ્બર, 2026ના રોજ હિંમતનગરના અશ્વમેઘ પાર્ટી પ્લોટ ખાતે નવમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં પાંચ જોડાં પ્રભુતામાં પગલાં પાડીને લગ્નજીવનની નવી શરૂઆત કરી હતી. આ પ્રસંગે સમાજના આગેવાન રસિક પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સાબરકાંઠા ઝોનમાં ત્રીજા સંતાન તરીકે દીકરો કે દીકરીનો જન્મ થાય તો સમાજ દ્વારા તેના નામે રૂપિયા 51,000ની FD કરવામાં આવશે. આ ઝોનમાં હમીરગઢ, ઈકબાલગઢ, તારંગા, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર, તલોદ, પ્રાંતિજ અને ગાંધીનગર શહેરનો સમાવેશ થાય છે.

અન્ય સમાજો પણ આ પહેલનું અનુસરણ કરે તેવી આશા

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે નખત્રાણા ખાતે કરેલા આહ્વાનને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં સાબરકાંઠા ઝોનમાં સમાજની અંદાજિત 15થી 20 હજાર જેટલી વસ્તી છે. સમાજમાં ઘટતી વસ્તી અને દીકરા-દીકરીના જન્મના અસંતુલનને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી છે. આગામી સમયમાં ત્રીજા સંતાનના શિક્ષણનો ખર્ચ પણ સમાજ દ્વારા ઉપાડવામાં આવે તેવી શક્યતા છે. આ પહેલ માત્ર પાટીદાર સમાજ પૂરતી સીમિત ન રહે, પરંતુ અન્ય સમાજો પણ તેનું અનુસરણ કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમાજમાં ઘટતી વસ્તી અને જન્મદરના અસંતુલન જેવી સમસ્યાના ઉકેલ માટે આ પહેલ મહત્વપૂર્ણ સંદેશ આપી શકે છે.

આ પણ વાંચો: Gujarat Finance Dept Promotion: ગુજરાત સરકારના નાણા વિભાગમાં 156 કર્મચારીઓને બઢતી, હિસાબનીશ અને પેટા તિજોરી અધિકારી સહિતની જગ્યાએ નવી નિમણૂક