Get News Alerts

Never miss breaking news updates.

ઉનાના ગરાળ ગામમાં બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી, બે ઝડપાયા

Una Fake Doctors: ઉનાના ગરાળ ગામમાં માન્ય મેડિકલ ડિગ્રી વિના એલોપેથીક દવા અને સારવાર કરતા હોવાના આક્ષેપસર બે વ્યક્તિઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. SOG અને મેડિકલ ઓફિસરની ટીમે સંયુક્ત...
R Gajjar
R GajjarUpdated on: 08 Oct 2026 04:19 PM IST
ઉનાના ગરાળ ગામમાં બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી, બે ઝડપાયાઉનાના ગરાળ ગામમાં બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી, બે ઝડપાયા

Una Fake Doctors

Una Fake Doctors: ઉનાના ગરાળ ગામમાં માન્ય મેડિકલ ડિગ્રી વિના એલોપેથીક દવા અને સારવાર કરતા હોવાના આક્ષેપસર બે વ્યક્તિઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. SOG અને મેડિકલ ઓફિસરની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડી બંનેને ઝડપી લીધા હતા. મળતી માહિતી મુજબ, ગરાળ ગામમાં માન્ય તબીબી લાયકાત વિના દવાખાનું ચલાવી એલોપેથીક સારવાર કરવામાં આવતી હોવાની માહિતીના આધારે SOG અને મેડિકલ ઓફિસરની ટીમે સંયુક્ત રેડ કરી હતી.

બે શખ્સોની અટકાયત

આ કાર્યવાહીમાં પોલીસે રાજેશભાઈ લીલાધરભાઈ બગથરીયા (ઉં.વ. 60) અને ખેંગારસિંહ પ્રભાતસંગ ચાવડા (ઉં.વ. 66)ને ઝડપી લીધા છે. બંને ગરાળ ગામમાં ખાનગી દવાખાનું ચલાવતા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

₹3,764નો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન સ્થળ પરથી વિવિધ પ્રકારના 17 આર્ટિકલ સહિત કુલ ₹3,764નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે બંને વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માન્ય મેડિકલ ડિગ્રી વિના સારવાર કરવામાં આવતી હોવાના આક્ષેપ અંગે પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]