Junagadh Lili Parikrama: જૂનાગઢ લીલી પરિક્રમામાં ST વિભાગને ધૂમ આવક, 5 દિવસમાં રૂપિયા 2.65 કરોડની કમાણી

Junagadh Lili Parikrama: જૂનાગઢની લીલી પરિક્રમામાં ST વિભાગને પાંચ દિવસમાં રૂ.2.65 કરોડની રેકોર્ડબ્રેક આવક થઈ. કુલ 3.45 લાખથી વધુ મુસાફરોએ ST બસનો ઉપયોગ કર્યો.
Kunjan Shukal
Kunjan Shukal
STને 5 દિવસમાં રૂપિયા 2.65 કરોડની કમાણીSTને 5 દિવસમાં રૂપિયા 2.65 કરોડની કમાણી

STને 5 દિવસમાં રૂપિયા 2.65 કરોડની કમાણી

Junagadh Lili Parikrama: જૂનાગઢની ભવનાથ તળેટીમાં યોજાયેલી લીલી પરિક્રમા દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (ST)ને રેકોર્ડબ્રેક આવક થઈ છે. પરિક્રમાના પાંચ દિવસ દરમિયાન ST વિભાગને કુલ રૂપિયા 2,65,51,000ની આવક થઈ છે. લાખો શ્રદ્ધાળુઓએ પરિક્રમા માટે ST બસનો ઉપયોગ કરતાં પરિવહન નિગમની આવકમાં મોટો વધારો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, લીલી પરિક્રમા દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી કુલ 3,45,571 મુસાફરોએ ST બસમાં મુસાફરી કરી હતી. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ST વિભાગ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે કુલ 1,294 વાહનોનો ઉપયોગ કરીને 8,187 જેટલી ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું.

રૂપિયા 1 કરોડ અને 28 લાખનું ડિજિટલ પેમેન્ટ થયું

ખાસ કરીને જૂનાગઢ ST બસ સ્ટેશનથી ભવનાથ જિલ્લા પંચાયતના પાર્કિંગ સુધી 1,35,214 યાત્રિકોએ મુસાફરી કરી હતી. આ રૂટ પર મુસાફરોની અવરજવર થકી અંદાજે રૂપિયા 41 લાખની આવક થઈ હતી. આ વખતે ડિજિટલ પેમેન્ટનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થયો હતો. કુલ 57,597 મુસાફરોએ STની ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન તેમજ કંડક્ટર પાસે રહેલા ડિજિટલ મશીન દ્વારા ટિકિટ અને ભાડાની ચુકવણી કરી હતી. આ માધ્યમથી અંદાજે રૂપિયા 1 કરોડ અને 28 લાખનું ડિજિટલ પેમેન્ટ થયું હતું.

લીલી પરિક્રમા ST વિભાગને પણ ફળી

પરિક્રમા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની અવરજવરને પહોંચી વળવા ST વિભાગ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. મુસાફરોને પરિવહન દરમિયાન કોઈ અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આમ, ધાર્મિક આસ્થાના મહાપર્વ સમાન લીલી પરિક્રમા માત્ર શ્રદ્ધાળુઓ માટે જ નહીં, પરંતુ ST નિગમ માટે પણ આવકની દૃષ્ટિએ યાદગાર બની રહી છે. પાંચ દિવસમાં રૂપિયા 2.65 કરોડથી વધુની આવક સાથે જૂનાગઢ ST વિભાગે નવો રેકોર્ડ નોંધાવ્યો છે.

આ પણ વાંચો: Kheda News: ખેડામાં સેવાલીયા પોલીસનો સપાટો, લક્ઝરી બસમાંથી 4 પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો