Kheda News: ખેડામાં સેવાલીયા પોલીસનો સપાટો, લક્ઝરી બસમાંથી 4 પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો


4 પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો
Kheda News: ખેડામાં સેવાલીયા પોલીસનો સપાટો, લક્ઝરી બસમાંથી 4 પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો


4 પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો
Kheda News: ખેડા જિલ્લામાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી સામે સેવાલીયા પોલીસને મોટી સફળતા મળી છે. મહિસાગર નદી નજીક આવેલી જૂની પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન લક્ઝરી બસમાંથી ચાર પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રૂપિયા 1.03 લાખનો મુદ્દામાલ કબજે કરી આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે મધ્યપ્રદેશથી હથિયારો લાવનાર અને અમદાવાદમાં હથિયારો મગાવનાર વ્યક્તિની કડીઓ પણ સામે આવી છે.
લક્ઝરી બસને રોકીને તપાસ કરવામાં આવી હતી
મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લામાં બહારના રાજ્યોમાંથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મહિસાગર નદી નજીક આવેલી જૂની ચેકપોસ્ટ પર સેવાલીયા પોલીસની ટીમ વાહનોની તપાસ કરી રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક લક્ઝરી બસને રોકીને તપાસ કરવામાં આવી હતી. બસમાં તપાસ દરમિયાન ચાર પિસ્તોલ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસે હથિયારો સાથે અનુજ ઉર્ફે આર્યા વિજયસિંહ યાદવ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી હાલ જામનગરમાં રહેતો હોવાનું અને મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
પોલીસે આરોપી પાસેથી ચાર પિસ્તોલ સહિત કુલ રૂપિયા 1.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશમાંથી દાદા નામના શખ્સે પિસ્તોલ પહોંચાડી હોવાની અને અમદાવાદના મયંક ભારદ્વાજે હથિયારો મગાવ્યા હોવાની વિગતો સામે આવી છે. આ બંને વ્યક્તિઓ સામે પણ ફરિયાદમાં કાર્યવાહી કરવામાં આવી છે. હવે પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે આ હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોના સુધી પહોંચાડવાના હતા? હથિયારોની હેરાફેરી પાછળ કોઈ મોટું નેટવર્ક સક્રિય છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. સેવાલીયા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી સમગ્ર નેટવર્કની કડીઓ જોડવા વધુ તપાસ હાથ ધરી છે.




