Junagadh Suspected Ghee: શહેરમાંથી સતત ત્રીજા દિવસે શંકાસ્પદ ઘી ઝડપાયું, દુકાનમાંથી 55 કિલોનો જથ્થો કબજે કરાયો

Junagadh Suspected Ghee: શહેરમાં શંકાસ્પદ ઘીના જથ્થા સામે પોલીસની કાર્યવાહી યથાવત છે. જૂનાગઢની ચિત્રકૂટ સોસાયટીમાં આવેલા પૂજા એપાર્ટમેન્ટની એક દુકાનમાંથી SOG પોલીસે 55 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે.
Kunjan ShuklaUpdated on: 27 Oct 2026 07:29 PM IST
Junagadh Suspected Ghee: શહેરમાંથી સતત ત્રીજા દિવસે શંકાસ્પદ ઘી ઝડપાયું, દુકાનમાંથી 55 કિલોનો જથ્થો કબજે કરાયોJunagadh Suspected Ghee: શહેરમાંથી સતત ત્રીજા દિવસે શંકાસ્પદ ઘી ઝડપાયું, દુકાનમાંથી 55 કિલોનો જથ્થો કબજે કરાયો

Junagadh Suspected Ghee

Junagadh Suspected Ghee: શહેરમાં શંકાસ્પદ ઘીના જથ્થા સામે પોલીસની કાર્યવાહી યથાવત છે. જૂનાગઢની ચિત્રકૂટ સોસાયટીમાં આવેલા પૂજા એપાર્ટમેન્ટની એક દુકાનમાંથી SOG પોલીસે 55 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પાડવામાં આવેલી આ રેડ દરમિયાન અંદાજે રૂ. 13,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવતાં અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ઘીની શુદ્ધતા અંગેનો અંતિમ નિર્ણય તપાસ અને લેબોરેટરીના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે

મળતી માહિતી મુજબ, જૂનાગઢ SOG પોલીસને ચિત્રકૂટ સોસાયટીના પૂજા એપાર્ટમેન્ટમાં આવેલી દુકાનમાં શંકાસ્પદ ઘી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરીને રેડ પાડી હતી. દરમિયાન દુકાનમાંથી 55 કિલો શંકાસ્પદ ઘી મળી આવતાં પોલીસે તેનો જથ્થો કબજે કર્યો હતો. દુકાનમાં શ્રી કાઠિયાવાડ, વ્રજ મટુકી અને કેશવ સહિતનાં બ્રાન્ડના નામનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. જોકે, ઘીની ગુણવત્તા અને તેની શુદ્ધતા અંગેનો અંતિમ નિર્ણય તપાસ અને લેબોરેટરીના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. SOG પોલીસે આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતાં સંબંધિત અધિકારીઓએ સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. શંકાસ્પદ ઘીના નમૂના લઈ તેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

અગાઉ 500 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો

રિપોર્ટ આવ્યા બાદ ઘીની ગુણવત્તા અને તેમાં કોઈ ભેળસેળ છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થશે. નોંધનીય છે કે જૂનાગઢ શહેરમાં સતત ત્રીજા દિવસે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. બે દિવસ અગાઉ દોલતપરા નજીકથી અંદાજે 500 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તારણ મુજબ, બંને સ્થળેથી ઝડપાયેલા જથ્થાનો માલિક એક જ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર વિગતો સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: Diwali Vacation 2026: ગુજરાતની શાળાઓમાં 5 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર, શિક્ષણ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.